હોંશિયાર શાંતિને મળી ચબરાક નિકિતાની નવી ઓળખ!
મુંબઈ, 30 નવેમ્બર : લાંબા સમય બાદ ટેલીવિઝન સ્ક્રીને અભિનેત્રી તરીકે મંદિરા બેદીએ કમબૅક કર્યું છે. અનિલ કપૂરના જાણીતા શો 24 વડે મંદિરાએ નિકિતા બની સૌને મોહી લીધાં છે, તો પોતે મંદિરા કહે છે કે હવે લોકો તેમને મંદિરા નહીં, પણ નિકિતા રાય કહી બોલાવવા લાગ્યાં છે અને આ બાબતથી મંદિરા બહુ ખુશ છે.
મંદિરા બેદી પોતે આ સફળતાથી આશ્ચર્યમાં છે. મંદિરાએ જણાવ્યું - સીરિયલના પ્રભાવથી દૂર નથી જઈ શકી રહી. હું જ્યા જાઉ છું, લોકો મને જોઈ નિકિતા કહી સંબોધે છે. બરાબર એવી જ રીતે કે જેમ 19 વ્ષ અગાઉ મારા માટે શાંતિ સંબોધન વપરાતો હતો. મારા નાનકડા પુત્ર સિવાય સૌ કોઈ 24 શોનો આનંદ લઈ રહ્યાં છે. મારો પુત્ર સૂતી વખતે માતાને શોધે છે. છેલ્લા પાંચ દિવસથી અમે રાત્રે શૂટિંગ કરી રહ્યાં છે અને મારા દીકરાએ મારા વગર રહેવું પડે છે. સામાન્ય રીતે તે મને પકડીને સૂએ છે. તેથી જ્યારે હું સેટ પર જાસૂસ નિકિતાનો રોલ કરતી હોઉ છું, ત્યારે પણ મને તેની ચિંતા થાય છે કે મારો દીકરો મારા વગર કેવો હશે.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

શાંતિ કરતા સારી
મંદિરા બેદીએ જણાવ્યું - મને લાગે છે કે 19 વર્ષ પૂર્વ કરાયેલ શાંતિના રોલ કરતાં હું હવે વધુ સારી દેખાઉ છું અને વધુ સારૂ અનુભવું છે.

ક્યોંકિમાં મંદિરા
મંદિરા બેદીએ ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી સીરિયલમાં મંદિરાનો રોલ કર્યો હતો. તેમનો રોલ લોકોને કંપાવી જાય તેવો હતો.

24ની ઘેલછા
મંદિરાએ જણાવ્યું- લોકોએ મારી સીરિયલ અને મારા પાત્રને અપનાવ્યાં છે. જો હું સચિન તેંડુલકર વિશે ટ્વીટ કરું, તો તેઓ જવાબમાં 24 અંગે ટ્વીટ કરે છે.

ચબરાક નિકિતા
મંદિરા બેદી 24 સીરિયલમાં ચબરાક જાસૂસ નિકિતાનો રોલ ભજવી રહ્યાં છે.

લોકોની પસંદ
24માં અનિલ કપૂર સાથે મંદિરા બેદીના કામને લોકો પસંદ કરી રહ્યાં છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
