શૈલેષ લોઢા બાદ આ મોટી એક્ટ્રેસ છોડી શકે છે 'તારક મહેતા', જાણો કારણ

કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC)ના ચાહકોને એક બાદ એક આંચકા મળી રહ્યા છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે, શોના સૌથી મહત્વપૂર્ણ પાત્રોમાંથી એક શૈલેષ લોઢા એટલે કે તારક મહેતાએ શો છોડી દીધો છે.

નવી દિલ્હી, 22 મે : કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC)ના ચાહકોને એક બાદ એક આંચકા મળી રહ્યા છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે, શોના સૌથી મહત્વપૂર્ણ પાત્રોમાંથી એક શૈલેષ લોઢા એટલે કે તારક મહેતાએ શો છોડી દીધો છે.

હવે આ શોની સૌથી પ્રખ્યાત મહિલા અભિનેત્રી શો છોડવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુનમુન દત્તા એટલે કે બબીતા​જી શોને અલવિદા કહી શકે છે. તેનું કારણ નવા શોનો ભાગ બનવા જઈ રહી છે તેવુ માનવામાં આવી રહ્યું છે.

'બિગ બોસ OTT' નો ભાગ બની શકે છે મુનમુન દત્તા

'બિગ બોસ OTT' નો ભાગ બની શકે છે મુનમુન દત્તા

રિપોર્ટ અનુસાર, 'બિગ બોસ ઓટીટી' સિઝન 2 માટે નિર્માતાઓ દ્વારા મુનમુન દત્તાનો સંપર્ક કરવામાં આવ્યો છે. શો માટે સ્પર્ધકોની શોધ શરૂકરી દેવામાં આવી છે.

મુનમુન દત્તા 'બિગ બોસ ઓટીટી'માં ભાગ લેશે કે કેમ તે અંગે હજૂ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ જો આવુંથશે તો નિર્માતાઓ અને ચાહકો ચોક્કસ નિરાશ થશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ઘણી વખત મુનમુનના શો છોડવાના સમાચારઆવ્યા છે. દરેક વખતે તેની તરફથી તેનો ઇન્કાર કરવામાં આવ્યો છે.

મુનમુન દત્તા આજે ઘરે-ઘરે જાણીતી છે

મુનમુન દત્તા આજે ઘરે-ઘરે જાણીતી છે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને કારણે મુનમુન દત્તા આજે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે. લોકો તેને મુનમુન દત્તા તરીકે ઓછી અનેબબીતા​જીના નામથી વધુ ઓળખે છે. શોના મુખ્ય પાત્ર, જેઠાલાલ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા​જીના અભિનયથી પ્રભાવિત છે.

જો મુનમુન બિગ બોસ ઓટીટી શોનો ભાગ બને છે, તો ચોક્કસ લોકોનું પણ ઘણું મનોરંજન થશે. લોકોને તેમની નવીન અવતાર જોવામળશે.

આ પહેલા પણ બિગ બોસમાં ભાગ લઇ ચૂકી છે

આ પહેલા પણ બિગ બોસમાં ભાગ લઇ ચૂકી છે

છેલ્લી બિગ બોસ સિઝનમાં, મુનમુનને પણ વિકેન્ડ કા વાર એપિસોડ દરમિયાન સુરભી ચંદના, આકાંક્ષા પુરી અને વિશાલ સિંહ સાથે બિગબોસ 15માં ચેલેન્જર તરીકે મોકલવામાં આવી હતી.

શોમાં તેની એન્ટ્રીને લઈને મુનમુનમાં ઘણી એક્સાઇટમેન્ટ હતી. હવે જો તે પોતાનીજાતને એક સ્પર્ધક તરીકે દાખલ કરે છે, તો દર્શકોને જોરદાર મનોરંજન જોવા મળી શકે છે.

તારક મહેતા શોએ મુનમુનને નવું સ્ટેટસ આપ્યું

તારક મહેતા શોએ મુનમુનને નવું સ્ટેટસ આપ્યું

34 વર્ષની મુનમુન દત્તાએ વર્ષ 2004માં Zee TV પરની સીરિયલ 'હમ સબ બારાતી' થી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મોની વાત કરીએ તો મુનમુનદત્તાની પહેલી ફિલ્મ 'મુંબઈ એક્સપ્રેસ' (2005) હતી જે કમલ હાસન સાથે હતી. આ સિવાય તે વર્ષ 2006માં 'હોલિ ડે' માં જોવા મળી હતી.

જોકે, તેને લોકપ્રિયતા તારક મહેતાના શોથી જ મળી હતી. વર્ષ 2008માં મુનમુનનું અફેર અરમાન કોહલી સાથે શરૂ થયું અને થોડા દિવસોપછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. તેમના બ્રેકઅપનું કારણ અરમાનનો ગુસ્સો અને આક્રમક સ્વભાવ હોવાનું કહેવાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X