Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પાંચ વર્ષ બાદ કશિશની વાપસી, ઘરચોળા માટે એક લાખ ખર્ચશે?

પાંચ વર્ષ બાદ કશિશની વાપસી, ઘરચોળા માટે એક લાખ ખર્ચશે?

ટીવીમાં 'કહીં તો હોગા' સીરિયલની કશિશ તો તમને યાદ જ હશે. આ સીરિયલમાં લીડ રોલ કરી રહેલ કશિશે દર્શકોના દિલ જીતી લીધાં હતાં. એક-બે વર્ષ સીરિયલમાં કામ કર્યા બાદ કશિશે ખુદને ગ્લેમરની દુનિયાથી સાઈડ લાઈન કરી લીધી હતી. લાંબા સમય સુધી તે લાઈમ લાઈટથી દૂર રહી હતી પરંતુ એકવાર ફરી તેમણે ટીવી ઈન્ડસ્ટ્રીમાં વાપસી કરી છે. જણાવી દઈએ કે કશિશનું અસલી નામ આમના શરીફ છે. તેમણે વર્ષ 2003માં ટીવી શોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

પાંચ વર્ષ બાદ અભિનેત્રી આમના શરીફની વાપસી

પાંચ વર્ષ બાદ અભિનેત્રી આમના શરીફની વાપસી

અભિનેત્રી આમના શરીફ શો ‘કસોટી ઝિંદગી કેય'માં કોમોલિકા તરીકે પ્રવેશ કરીને ટેલિવિઝન ઉદ્યોગમાં ભારે ચકચાર જગાવી ચૂકી છે. કોમોલિકા એવું અનોખું પાત્ર છે જેને આ પહેલા ઉર્વશી ધોળકિયા અને હિના ખાન જેવા દિગ્ગજો ભજવી ચૂક્યા છે. આમનાનું કોમોલિકા તરીકેનું પ્રદર્શન દેશભરમાં ફેલાયેલા દર્શકોના હૃદય જીતવામાં સફળ રહ્યું છે. આ પ્રતિભાશાળી અભિનેત્રી તેની આ પ્રસ્તુતિ વડે ફરી એક વખત વધુ પ્રશંસા જીતશે તે વાતમાં કોઈ શંકા નથી. તાજેતરમાં જ અમને જાણવા મળ્યું છે કે આમના આ શોનો ભાગ બન્યા બાદ પોતાને માટે એક ખાસ ભેટ લેવા જઈ રહી છે.

એક લાખનાં ઘરચોળા પર નજર!

એક લાખનાં ઘરચોળા પર નજર!

આમના શરીફે પોતાને માટેની ભેટની શોધ કરી લીધી છે, અને એવું લાગે છે કે તેની નજર એક ખાસ સાડી ઉપર છે. હાલમાં જ તેની નજર તેની એક મિત્રની ગુજરાતમાં ખાસ રીતે તૈયાર કરાયેલી ઘરચોળા સાડી ઉપર પડી. એવું જાણવા મળ્યું છે કે તે હાથ બનાવટની ઘરચોળા સાડી માટે એક લાખ રૂપિયા સુધી ચૂકવવા તૈયાર છે!

જાણો આમના શરીફે શું કહ્યું?

જાણો આમના શરીફે શું કહ્યું?

જ્યારે આ વિશે પૂછ્યું ત્યારે આમના શરીફે જણાવ્યું કે, "મારી એક ખાસ મિત્રે નવરાત્રી દરમિયાન આ વિશેષ સાડીની વાત મને કરી અને ત્યારથી હું તેની શોધમાં લાગી હતી. જેવી મારી નજર ઘરચોળા સાડી ઉપર પડી, મને ખ્યાલ આવી ગયો કે મારે પોતાને આ જ ભેટ આપવી છે! મારે ગુજરાતમાં બની હોય તેવી અસલી સાડી જોઈતી હતી આથી મેં તેની શોધ શરૂ કરી છે અને મને લાગે છે કે મારી શોધ પૂરી થવા આવી છે. આ મારી અત્યંત ખાસ પસંદમાની એક બની રહેશે."

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X