સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને રડવા લાગી અંકિતા લોખંડે, જણાવ્યુ બ્રેકઅપનુ સત્ય, કહ્યુ - એક રાતમાં જ મારી સાથે.
Ankita Lokhande and Sushant Singh Rajput: ટીવીનો ફેમસ રિયાલિટી શો 'બિગ બૉસ 17' હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આ દિવસોમાં લોકો આ શોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઈશા માલવીયાના બૉયફ્રેન્ડ સમર્થના ઘરમાં પ્રવેશતાની સાથે જ આસપાસનું વાતાવરણ બદલાઈ ગયું છે.
છેલ્લા એપિસોડમાં અંકિતા લોખંડેના પતિ વિકી જૈન અને ઐશ્વર્યા શર્મા વચ્ચે જોરદાર લડાઈ થઈ છે. આ દરમિયાન, અંકિતા લોખંડે પણ શોમાં તેના પૂર્વ બૉયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ભાવુક થઈ જાય છે.

અંકિતા લોખંડે પહેલીવાર લોકો સામે સુશાંત સિંહ રાજપૂત સાથેના બ્રેકઅપ વિશે વાત કરતી જોવા મળી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા એપિસોડમાં અંકિતા લોખંડેએ મુનવ્વર ફારૂકી સાથે પોતાના દિલની વાત કરી હતી. આ દરમિયાન અંકિતાએ જણાવ્યું કે સુશાંતથી અલગ થયા બાદ તે સંપૂર્ણપણે ભાંગી પડી હતી. માત્ર એક જ રાતમાં તેનું જીવન સંપૂર્ણપણે પલટાઈ ગયું હતું. અંકિતાએ મુનવ્વર ફારૂકીને કહ્યું કે સુશાંત તેને કોઈ કારણ વગર છોડી ગયો હતો.
અંકિતા લોખંડેએ મુનવ્વર ફારૂકીને કહ્યું- સુશાંતનુ મને છોડીને જવું એ એક અલગ વાત હતી. હું ખૂબ ભાંગી પડી હતી, મારા માતા-પિતા ખૂબ ભાંગી પડ્યા હતા. એમાં મારો વાંક નહોતો પણ મને લાગ્યું કે મારે એ વ્યક્તિની સાથે ઊભું રહેવું જોઈએ કારણ કે લોકો તેને ખરાબ કહી રહ્યા હતા. તેણે આગળ કહ્યું- જ્યારે લોકોને તેની વાસ્તવિકતા વિશે ખબર પડી ત્યારે તેના વિશે ઘણી વાતો કહેવામાં આવી રહી હતી પરંતુ એવું નહોતું. મને ફક્ત તેની જ ચિંતા હતી.
અંકિતા લોખંડેએ આગળ કહ્યું- સુશાંતના મૃત્યુ પછી મને ખૂબ ટ્રોલ કરવામાં આવી. લોકો કહેતા હતા કે જો અંકિતા હોત તો આવું ન થયું હોત. આ પછી અંકિતા ભાવુક થઈ ગઈ. તેણે આગળ કહ્યું- સુશાંત સાથે મારું બ્રેકઅપ થયું ત્યારે આ લોકો ક્યાં હતા. ત્યારે લોકોએ સુશાંતને કેમ ન કહ્યું કે તે અંકિતા સાથે જ રહે.
અંકિતા લોખંડેએ કેમેરા પર આગળ કહ્યું - હું ઇચ્છતી હતી કે તે મને કહીને જાય અને પછી હું પોતાને સંભાળી લેત પરંતુ તેણે અચાનક જ મારી સાથે બ્રેકઅપ કરી લીધું. આ સ્થિતિમાં, હું ખૂબ જ વિખેરાઈ ગઈ હતી પરંતુ તે સમયે તે સફળતાની રેસમાં ઉપર જઈ રહ્યો હતો. લોકો પણ કાન ભરવામાં વ્યસ્ત હતા. તેને આ રેસમાં આગળ વધવું હતું. મે તેને ક્યારેય કોઈ વસ્તુ માટે રોક્યો નહીં, મે તેને આગળ વધવાનું કહ્યું, પરંતુ તેણે મને પાછળ છોડી દીધી.
તમને જણાવી દઈએ કે અંકિતા લોખંડે અને દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ટીવી ઈન્ડસ્ટ્રીથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. બંને ઝી ટીવીની લોકપ્રિય સીરિયલ પવિત્ર રિશ્તામાં જોવા મળ્યા હતા. આ સીરિયલના શૂટિંગ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા. આ પછી બંને 7 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં. વર્ષ 2016માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. બાદમાં અંકિતાએ વિકી જૈનને ડેટ કર્યુ અને વર્ષ 2021માં તેની સાથે લગ્ન કર્યા. સુશાંત સિંહ રાજપૂતનું જૂન 2020માં અવસાન થયું હતું.












Click it and Unblock the Notifications
