For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરીથી વાયરલ થયો અનૂપ જલોટા-જસલીનનો ફોટો, રેપર અંદાજમાં બોલ્યા - વો મેરી સ્ટુડન્ટ હે

ભજન સમ્રાટ અનૂપ જલોટા એક વાર ફરીથી પોતાના વાયરલ ફોટાના કારણે ચર્ચામાં છે અને આ વખતે પણ તેમની સાથે તેમની શિષ્યા જસલીન મથારુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભજન સમ્રાટ અનૂપ જલોટા એક વાર ફરીથી પોતાના વાયરલ ફોટાના કારણે ચર્ચામાં છે અને આ વખતે પણ તેમની સાથે તેમની શિષ્યા જસલીન મથારુ પણ જોવા મળી રહી છે પરંતુ આ વખતે અનૂપ જલોટાએ પોતાનો ફોટો શેર કરીને બધી વાતો ક્લીયર કરી દીધી છે. જેનાથી કોણ પણ પ્રકારનો વિવાદ પેદા ન થાય, અનૂપ જલોટાએ પોતાનો જે ફોટો શેર કર્યો છે તેમાં તે રેપ સિંગર તરીકે જોવા મળી રહ્યા છે, પોતાના ફોટાને શેર કરીને ભજન સમ્રાટે ખાસ વાત લખી છે.

વાયરલ થયો અનૂપ જલોટા અને જસલીનનો ફોટો

વાયરલ થયો અનૂપ જલોટા અને જસલીનનો ફોટો

તેમણે લખ્યુ છે કે એક રેપ સોંગ સાથે 'વો મેરી સ્ટુડન્ટ હે'નુ શૂટિંગ પૂરુ થઈ ગયુ છે. મારી સાથે ડાંસ કરવા માટે તૈયાર થઈ જાવ. અનૂપ અને જસલીનનો આ ફોટો અત્યારે સોશિયલ મીડિયા પર આકર્ષણનુ કેન્દ્ર બન્યો છે. લોકો ફોટા પણ ઘણી કમેન્ટ કરી રહ્યા છે.

37 વર્ષ નાની શિષ્યા સાથે ચોથા લગ્ન?

37 વર્ષ નાની શિષ્યા સાથે ચોથા લગ્ન?

તમને જણાવી દઈએ કે આ પહેલા અનૂપ જલોટા અને જસલીનનો એક લગ્નવાળો ફોટો વાયરલ થયો હતો ત્યારબાદ એ અફવાએ જોર પકડ્યુ હતુ કે અનૂપ જલોટાએ પોતાનાથી 37 વર્ષ નાની શિષ્યા જસલીન મથારુ સાથે ચોથા લગ્ન કરી લીધા છે પરંતુ આ અફવાઓ પર ખુદ અનૂપ જલોટાએ નિવેદન આપીને લોકોના મોઢા બંધકરી દીધા હતા. ETimes સાથે વાત કરીને અનૂપ જલોટાએ બધી અટકળો પર વિરામ લગાવીને આ રીતની વાતો કરનારને ખરી ખોટી સંભળાવી હતી અને કહ્યુ હતુ કે જસલીન અને તેમની વચ્ચે માત્ર ગુરુ-શિષ્યનો સંબંધ છે.

અનૂપ જલોટાએ આપી હતી સફાઈ

અનૂપ જલોટાએ આપી હતી સફાઈ

અમારી વચ્ચે લગ્નનો સવાલ જ ઉભો નથી થતો, આવુ વિચારનારાની બુદ્ધિ બલિહારી છે. અરે આજે જો હું 35નો પણ હોત તો પણ જસલીન સાથે લગ્ન ના કરતો. આજે અનૂપ જલોટા આમ કહી રહ્યા છે જ્યારે એ અને જસલીને ખુદ જ બિગ બૉસ 12માં લવ પાર્ટનર તરીકે એન્ટ્રી મારી હતી ત્યારે બંને વિશે જોરદાર હોબાળો થયો હતો ત્યાં સુધી કે જસલીનના પિતાએ પણ કેમેરા પર કહ્યુ હતુ કે આ બધુ તેમના માટે શૉક આપનારુ છે.

બિગ બૉસ 14માં રાધે મા આવતા વિવાદ - 'એ સંત નથી, માત્ર નાચ-ગાન આવડે છે'બિગ બૉસ 14માં રાધે મા આવતા વિવાદ - 'એ સંત નથી, માત્ર નાચ-ગાન આવડે છે'

English summary
Anup Jalota rap with Jasleen Matharu 'Woh Meri Student Hai'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X