મુંબઈ, 23 નવેમ્બર : બિગ બૉસની ટીઆરપી ઉંચે જવાની છે. હવે મહેમાન જ એવા આવવાના છે. એક બાજુ કલર્સ ચૅનલે કિમ કાર્દશિયન જેવી હૉલીવુડ હૉટીને લાવી ટીઆરપી વધારવા અંગે વિચાર્યુ હતું, તો બીજી બાજુ હવે બહુ ટુંકમાં જ દર્શકોને હાલની સૌથી ચર્ચિત જોડી અર્પિતા ખાન અને આયુષ શર્માની ઝલક બિગ બૉસ 8 શોમાં જોવા મળશે.
હકીકતમાં અર્પિતા-આયુષ બિગ બૉસમાં સલમાન ખાનને સરપ્રાઇઝ આપવા પહોંચ્યાં. બીજી બાજુ તમામ ઘરના લોકો હાલ બહારની દુનિયા અંગે કંઈ જ જાણતા નથી, તો તેમને એ પણ નથી ખબર કે હાલ દેશની સૌથી ચર્ચિત સેલિબ્રિટી છે અર્પિતા ખાન.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Don't the newly married couple Arpita & Ayush look super cute together?
<a href="https://twitter.com/hashtag/WeekendKaVaarWithSalman?src=hash">#WeekendKaVaarWithSalman</a> <a href="http://t.co/hPrwXQhwhl">pic.twitter.com/hPrwXQhwhl</a></p>— COLORS (@ColorsTV) <a href="https://twitter.com/ColorsTV/status/536199318667919360">November 22, 2014</a></blockquote>
<script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>અર્પિતા-આયુષ જ્યારે શો પર આવ્યા, ત્યારે તો ઘરવાળાઓને તેમના લગ્નની જાણ કરવામાં આવી. સૌએ નવી જોડીને અભિનંદન પાઠવ્યાં, તો સલમાન ખાન ખૂબ જ ખુશ નજરે પડ્યાં.
દરમિયાન સલમાને ઘરવાળાઓને પોતાની અને શાહરુખ ખાન વચ્ચેની મૈત્રી અંગે પણ માહિતી આપી. મીડિયા સામે ચુટકી લેતા સલમાને એમ પણ કહ્યું કે હકીકતમાં તેઓ અને શાહરુખ એક-બીજાને કિસ કરતા હતાં, પરંતુ અર્પિતાને સૉફ્ટવૅર વડે વચ્ચે નાંખી દેવામાં આવી છે. આ તસવીર એટલા માટે વાયરલ થઈ ગઈ. લાગે છે કે સલમાન ભાઈ હજીય અર્પિતાના લગ્નના મૂડમાંથી બહાર નથી આવ્યાં.
Aayush and Arpita make a brief visit on the show, Bigg Boss. While the inmates of the house are kept away from news of the outside world, their wedding news was broken by their visit.