ભાઇ ભાઇ ચાલ્યા ભાઇજાનને મળવા!

Posted By:
Subscribe to Oneindia News

ભલા મોરી રામા જેવું પ્રસિદ્ધ ગીત ગાનર અને ભાઇ ભાઇના ઉપનામે ઓળખાતા ગુજરાતી ગાયક અરવિંદ વેગડા આ નવરાત્રિમાં તેમના સૂરલા ગીતોના સૂરે લોકોને નહીં નચાડી શકે. કારણ કે તે જઇ રહ્યા છે મુંબઇ ભાઇજાનને મળવા! આ નવરાત્રિએ અરવિંદ વેગડા બિગ બોસ 9માં બિગ બોસના ઘરમાં ગીતો ગાતા જેવા મળશે.

નોંધનીય છે કે અરવિંદ વેગડાને કલર્સ ચેનલે બિગ બોસ 9 માટે અપ્રોચ કર્યો હતો. જે બાદ અકવિંદ ભાઇ આ અંગે હા પાડી છે. ત્યારે 11મી ઓક્ટોબરે એજ ગુજજુ ભાઇ બિગ બોસના ઘરમાં તમને જોવા મળશે તેવી શક્યતા વધારે છે.

arvind vegda

વળી બિગ બોસના ઘરમાં હંમેશા જ કંઇક ને કંઇક વિવાદો થતા રહેતા હોય છે. ત્યારે તે બધાની વચ્ચે આ ગુજરાતી ગાયક કેવી રીતે પોતાની આગવી ઓળખ રજૂ કરવામાં સક્ષમ રહે છે તે તો હવે જોવું જ રહ્યું. પણ હા, આ વખતે બિગ બોસ ના ઘરમાં પણ ભાઇ ભાઇ ગીત ધૂમ મચાવશે તે વાતતો પાક્કી છે.

English summary
Arvind vegda name considered for bigg boss 9

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.