નચ બલિયેમાં જોવા મળશે મેડ ફૉર ઈચ અધર કપલ આશુતોષ-રેણુકા

મુંબઈ, 11 સપ્ટેમ્બર : ટીવીના ચર્ચિત ડાન્સ રિયલિટી શોમાંનો એક છે સ્ટાર પ્લસનો નચ બલિએ શો. તેની છઠી સીઝનનો સળવળાટ શરૂ થઈ ચુક્યો છે. શો અંગે કાયમ ઉત્સુકતા રહે છે, કારણ કે આ શોની ખાસિયત રહી છે કે તેના પ્રતિસ્પર્ધીઓ જોડીમાં જ પરફૉર્મ કરે છે. કહે છે કે ચૅનલ વાળાઓએ નચ બલિયે 6ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના માટે ટેલીવિઝન અને ફિલ્મી દુનિયાના ચર્ચિત ચહેરાઓ સાથે સમ્પર્ક શરૂ કરાયું છે. તેમાં એક ખાસ યુગલ છે ફિલ્મ અભિનેતા આશુતોષ રાણા તથા અભિનેત્રી રેણુકા શહાણે.

ashutosh-renuka-nach-baliye-6

મળતી માહિતી મુજબ નચ બલિયે 6 શો માટે આશુતોષ તથા રેણુકાનો સમ્પર્ક કરાયો છે. જોકે તેમણે પોતે કંઈ પણ સ્પષ્ટતા કરી થની. ઉપરાંત જાણવા એમ પણ મળે છે કે છઠી સીઝન માટે મોહિત રૈના, વિવૅન ડીસેના, નકુલ મહેતા, શેફ કુણાલ કપૂર, માસ્ટર શેફ ઇન્ડિયા 2ના વિજેતા રિપુદમન હાંડા, શબ્બીર અહલુવાલિયા, રાકેશ બાપટ, પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી તથા સન્ની લિયોન સાથે વાત કરવામાં આવી છે. તમામને પોતાના જીવનસાથી સાથે શોમાં શામેલ થવાનો આગ્રહ કરાયો છે.

નોંધનીય છે કે નચ બલિયે 5 આ વર્ષના આરંભે સમાપ્ત થયો હતો અને જય ભાનુશાળી તેમજ તેમના પત્ની માહી વિજ તેના વિજેતા રહ્યા હતાં. હવે નચ બલિયે 6 માટેની ઉંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. નૉન ડાન્સર રેણુકા શહાણે ઝલક દિખલા જામાં બે સીઝન અગાઉ ભાગ લઈ ચુક્યાં છે, પરંતુ તેઓ જલ્દી આઉટ થઈ ગયા હતાં. રેણુકા-આશુતોષ બે સંતાનોના માતા-પિતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X