Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : પાંચ સો ‘એપિસોડ’નો થયો બડે અચ્છે લગતે હૈં

મુંબઈ, 17 ઑક્ટોબર : લોકપ્રિય ટેલીવિઝન શો બડે અચ્છે લગતે હૈં બુધવારે 500 એપિસોડનો થઈ ગયો. અભિનેત્રી સાક્ષી તંવર તથા અભિનેતા રામ કપૂર આ સીરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે.

નિર્માત્રી એકતા કપૂરની નિર્માણ કમ્પની બાલાજી ટેલીફિલ્મ્સ નિર્મિત બડે અચ્છે લગતે હૈં સીરિયલનું પ્રસારણ મે-2011માં શરૂ થયુ હતું. સીરિયલ એક 40 વર્ષીય વ્યવસાયી પુરુષ તથા 30 વર્ષીય મહિલાના પ્રેમ તથા દામ્પત્યની વાર્તા છે. સીરિયલના મુખ્ય પાત્રો તેમજ તેમના પરિવારના બીજા સભ્યોના જીવનમાં આ દરમિયાન અનેક ઉતાર-ચઢાવ આવ્યાં. હવે સીરિયલની વાર્તા સાત વર્ષ આગળ ચાલી રહી છે.

સોની એંટરટેનમેંટ પર પ્રસારિત થતો બડે અચ્છે લગતે હૈં શો સૌથી વધુ તે વખતે ચર્ચામાં આવ્યો હતો કે જ્યારે સાક્ષી તંવર અને રામ કપૂર વચ્ચે લાંબુ ઇંટીમેટ સીન દર્શાવાયુ હતું. હાલ આ સીરિયલમાં સાક્ષીનું પાત્ર કૉમામાં છે અને તેના પતિ તેને સાજા કરવાના તમામ બનતા પ્રયત્નો કરી રહ્યાં છે. સીરિયલમાં રામ અને સાક્ષીની એક પુત્રી પિહુ પણ છે. પિહુનો રોલ હાલ આ સીરિયલમાં નકારાત્મક વળાંક લઈ ચુક્યો છે. પિહુનો રોલ ભજવી રહ્યાં છે આંચલ ગુપ્તા.

આવો તસવીરો સાથે જાણીએ ટેલીવિઝન સીરિયલ બડે અચ્છે લગતે હૈં વિશે વઘુ વિગતો :

પટરાણી આધારિત

પટરાણી આધારિત

બડે અચ્છે લગતે હૈં સીરિયલ ઇમ્તિયાઝ પટેલની હિન્દી નવલકથા પટરાણી પર આધારિત છે.

એકતા કપૂર

એકતા કપૂર

એકતા કપૂરની નિર્માણ કમ્પની બાલાજી ટેલીફિલ્મ્સ આ સીરિયલની નિર્માતા છે. સીરિયલમાં રામ કપૂર અને સાક્ષી તંવર લીડ રોલમાં છે.

સનાલી-મોહિત-જલધ

સનાલી-મોહિત-જલધ

બડે અચ્છે લગતે હૈંના લેખક સનાલી જફર છે, જ્યારે મોહિત હુસૈન તેમજ જલધ શર્મા તેનું દિગ્દર્શન કરે છે.

પિહુ

પિહુ

રામ અને સાક્ષીના નાનકડી દીકરી પિહુનો રોલ અમૃતા મુખર્જીએ કર્યો હતો. હવે તે મોટી થઈ ગઈ છે અને આંચલ ગુપ્તા આ રોલ કરી રહ્યાં છે.

બેસ્ટની આશા

બેસ્ટની આશા

રામ કપૂર અને સાક્ષી તંવર સહિત આખી ટીમને આશા છે કે 500 એપિસોડ બાદ પણ આ સીરિયલ બેસ્ટ બની રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X