Exclusive : આજે રાત્રે બિગ બૉસમાંથી આસિફ થશે આઉટ

લોનાવાલા, 26 ઑક્ટોબર : કલર્સના વિવાદાસ્પદ, પરંતુ લોકપ્રિય શો બિગ બૉસ 7માં આજે રાત્રે કયામતની રાત છે, કારણ કે આજના દિવસે કોઈ એકે બિગ બૉસમાંથી બહાર થઈ જવાનું હોય છે. જનતાના વોટના આધારે જેને સૌથી ઓછા મોટ મળે છે, તેને બિગ બૉસના ઘરમાંથી બહાર થઈજવુ પડો છે. આજની કયામતની રાત હશે મિયા આસિફ માટે. અમારા રિપોર્ટર સોનિકા મિશ્રાના જણાવ્યા મુજબ આસિફે આજે જનતાના સૌથી ઓછા વોટના કારણે શો છોડી જવું પડશે.

બંગ્લાદેશી મૉડેલ તથા સિંગર આસિફ આઝમીની બિગ બૉસમાંની સફર બહુ લાંબી નથી રહી. તેઓ ગત માસે જ વાઇલ્ડ કાર્ડ દ્વારા એન્ટ્રી પામી શોમાં આવ્યા હતાં, પરંતુ પોતાના કૌશલ્ય દ્વારા તેઓ દર્શકોનું મનોરંજન કરવામાં અસમર્થ રહ્યાં. આજે કયામતની રાતે જે ચાર લોકોના ડેંજર ઝોનાં નામ હશે, તેમાં કુશાલ ટંડન, તનીષા મુખર્જી, મહોમ્મદ આસિફ તથા અરમાન કોહલીનો સમાવેશ થાય છે કે જેમાં આસિફની વિદાઈ થશે, તો તનીષાને એક સીક્રેટ રૂમમાં પણ મોકલવામાં આવશે.

નોંધનીય છે કે ખૂબ જ નાટકીડ રીતે હાલ બિગ બૉસની કૅપ્ટન સીટ કુશાલ ટંડનને આપવામાં આવી છે કે જેઓ આજકાલ ગૌહર ખાનની બહુ નજીક છે, તો તનીષા મુખર્જી અને અરમાન કોહલી વચ્ચે પણ બહુ નિકટતાઓ જોવામાં આવી રહી છે.

જુઓ આજે આઉટ થનાર આસિફની બિગ બૉસની અત્યાર સુધીની તસવીરી સફર :

ટાસ્ક દરમિયાન આસિફ

ટાસ્ક દરમિયાન આસિફ

બિગ બૉસ 7માં બારમા દિવસની આ તસવીર છે કે જેમાં આસિફ ટાસ્ક સાંભળી રહ્યાં છે.

ટી-શર્ટ ગિફ્ટ કરી

ટી-શર્ટ ગિફ્ટ કરી

બિગ બૉસ 7ના બારમા દિવસની આ તસવીર છે. આ દિવસે આસિફે બીઇંગ હ્યુમનની ગુલાબી ટી-શર્ટ બધાને ગિફ્ટ કરી હતી.

તનીષા સાથે આસિફ

તનીષા સાથે આસિફ

બિગ બૉસમાં 15મા દિવસે તનીષા મુખર્જીની નજીક આવવાના પ્રયત્ન કરતાં આસિફ.

તનીષાને બંગાળી શીખવાડતા આસિફ

તનીષાને બંગાળી શીખવાડતા આસિફ

બિગ બૉસના પંદરમા દિવસે તનીષા મુખર્જીને બંગાળી શીખવાડતાં આસિફ.

ખાસ ટ્રીટમેંટ

ખાસ ટ્રીટમેંટ

બિગ બૉસમાં 17મા દિવસે અરમાન અને આસિફે અપૂર્વ તથા સંગ્રામને આ ખાસ ટ્રીટમેંટ માટે અંદર બોલાવ્યાં.

ખુફિયા ટાસ્ક

ખુફિયા ટાસ્ક

બિગ બૉસમાં 22મા દિવસે ખુફિયા ટાસ્ક દરમિયાન ગૌહર ખાન અને આસિફ.

નિરાશ આસિફ

નિરાશ આસિફ

આસિફ આજે બિગ બૉસના ઘરમાંથી આઉટ થઈ જશે. આ તસવીર 36મા દિવસની છે કે જેમાં કૂતરાને વિચિત્ર નજરે આસિફ જોઈ રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X