અચ્છા, આટલા માટે બિગ બૉસમાં આવ્યા છે રાહુલ અને બાની... કારણ જાણીને હેરાન રહી જશો

Subscribe to Oneindia News

બિગ બૉસ 10 ના દરેક સભ્યોને તમે હવે જાણી ચૂક્યા હશો. આ શો હવે વધુ રસપ્રદ બની રહ્યો છે. આમ લોકો અને સેલિબ્રિટી વચ્ચેના વિવાદ હવે વધુ ટીઆરપી અપાવશે. આ સાથે સેવક અને માલિકના ફંડા... ઘણા રસપ્રદ છે.

bani 1

અમે તમને આ શો સાથે જોડાયેલ એ બે કંટેસ્ટંટ વિશે જણાવીએ, જે આ શો માં આવવા માટે પહેલા ઘણી વાર મનાઇ કરી ચૂક્યા છે. જી હા, તે કંટેસ્ટંટ કોઇ બીજુ નહિ પણ બાની અને રાહુલ દેવ છે.

bani 2

રિપોર્ટ્સની માનીએ તો આ બંનેને બિગ બૉસમાં છેલ્લી ઘણી સિઝનથી બોલાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી પરંતુ દરેક વખતે આ બંને આ ઑફર ઠુકરાવતા હતા.

bani 3

આ વખતે બિગ બૉસ 10 માં આ બંનેએ આવવા માટે હા પાડી દીધી. આની પાછળ શું કારણ હોઇ શકે છે. સો એ સો ટકા પૈસા. જી હા, રાહુલ દેવ અને બાની આ સિઝનના એવા બે કંટેસ્ટંટ છે જેમને સૌથી વધુ રકમ આપવામાં આવી રહી છે.

bani 4

રિપોર્ટ્સની માનીએ તો, સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હે માં નૈતિકની ભૂમિકાથી લોકપ્રિય બનેલા કરણ મહેરાને પણ આ શો માટે એક કરોડ રુપિયા આપવામાં આવી રહ્યા છે.

bani 5

તમને જણાવી દઇએ કે બિગ બૉસ પોતાના કંટેસ્ટંટને ત્રણ કેટેગરીમાં રાખે છે અને તે પ્રમાણે વીકલી પે પણ કરે છે. ગયા વર્ષે સલમાને દરેક એપિસોડ માટે 8 કરોડ રુપિયા લીધા હતા.

bani 6

ગયા વર્ષે હાઇએસ્ટ પેડ કંટેસ્ટંટ રીમી સેન હતી પરંતુ તે ના તો દર્શકોને પસંદ આવી કે ના પ્રોડ્યુસર્સને ફાયદો પહોચાડી શકી. આશા છે કે આ વખતે વી જે બાની અને રાહુલ દેવ શો ના પ્રોડ્યુસર્સને નિરાશ નહિ કરે.

English summary
Bani J and Rahul Dev are the highest paid contestant of Bigg Boss 10
Please Wait while comments are loading...