બિગ બૉસ 6 : હવે ભારતીની કૉમેડીનો મસાલો ઉમેરાશે

મુંબઈ, 27 નવેમ્બર : ટેલીવિઝનના હાલના સૌથી મોટા રિયલિટી શો બિગ બૉસ 6માં આ વર્ષે અનેક નવી-નવી વસ્તુઓ ઉમેરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આ નવી-નવી ટેક્નિકનો ઉપયોગ કરવાનો માત્ર એક જ ઉદ્દેશ છે કે બિગ બૉસ ગત સીઝનની જેમ મનોરંજક બને. આ વર્ષનો બિગ બૉસ પ્રથમ જ દિવસથી ખૂબ બોરિંગ લાગી રહ્યો છે. લોકો આ વખતે બિગ બૉસ જોવા ઉત્સુક પણ નથી દેખાતાં. તો હવે આખરે બિગ બૉસે શોમાં કૉમેડીનો મસાલો મારવાનું વિચાર્યું છે. તેમણે કૉમેડી ક્વીન ભારતી સિંહને બિગ બૉસમાં લાવવાનો નિર્ણય કર્યો છે.

Bharti Singh

સૂત્રોએ જણાવ્યા મુજબ ભારતીની એન્ટ્રી બિગ બૉસના ઘરમાં કન્ફ્યુજન વધારવા માટે કરાઈ રહી છે. કહેવાય છે કે કૉમેડી સર્કસના અજૂબા સ્ટાર ભારતી સિંહ બિગ બૉસના ઘરમાં આવી સભ્યોની વસ્તુઓ છુપાવી તેમને હેરાન કરશે.

મીડિયા સાથે વાતચીત દરમિયાન ભારતી સિંહે જણાવ્યું કે રાજીવ પૉલ તેમના મુખ્ય ટાર્ગેટ હશે, કારણ કે તેઓ છોકરીઓ ઉપર ખૂબ જ વધારે ગુસ્સો કરે છે.

ભારતી સિંહની એન્ટ્રી બિગ બૉસના ઘરમાં માત્ર એક ગેસ્ટ તરીકે થશે અને તેઓ બિગ બૉસના ટાસ્ટ ઇગ્નોર ધ ઑબ્વિયસનો પાર્ટ બનશે. બિગ બૉસની આ ઑફર અંગે ભારતીએ જણાવ્યું કે તેમને છેલ્લી તીન સીઝનથી આ ઑફર મળી રહી હતી, પરંતુ તેઓ મંજુર નહોતા કરતાં, કારણ કે તેઓ ખૂબ વ્યસ્ત હતાં. તેમને વિચાર્યુ હતું કે તેઓ આ ઑફર ત્યારે જ સ્વીકારશે કે જ્યારે તેઓ ફ્રી હશે.

ભારતી સિંહ કૉમેડી સર્કસથી લાઇમલાઇટમાં આવ્યાં. હવે 28મી નવેમ્બરના રોજ ભારતી બિગ બૉસ 6ના ઘરમાં એન્ટ્રી કરશે. હવે જોવું એ છે કે શું કૉમેડી સર્કસ જેવો હંગામો બિગ બૉસના ઘરમાં પણ ભારતી કરી શકશે કે નહિં?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X