બિગ બોસ સિઝન-10માં મનવીર વિજેતા, ઇનામની અડધી રકમ દાન કરી

Written By:
Subscribe to Oneindia News

કલર્સ ટીવીના બહુચર્ચિત રિયાલિટી શો બિગ બોસની સિઝન-10નું ફાઇનલ રિઝલ્ટ સામે આવી ગયું છે. મનવીર ગુર્જર આ સિઝનના વિજેતા ઘોષિત થયાં છે. સિઝન-10માં મનવીર બાની અને લોપામુદ્રાને હરાવીને વિજેતા બન્યાં છે. હરિયાણાના મનવીર ગુર્જરે છેલ્લા થોડા ટાસ્કમાં પોતાના પર્ફોમન્સ થકી તમામ ચાહકોનું મન જીતી લીધું હતું. આ પહેલાં માનવામાં આવી રહ્યું હતું કે, બાની આ સિઝન જીતી શકે છે, પરંતુ છેલ્લી ઘડીએ મનવીરના ચાહકોએ તેની પર વોટનો વરસાદ કરતાં આખરે તે વિજેતા સાબિત થયા હતા.

manveer gurjar

આ જીત બદલ મનવીરને બિગ બોસ તરફથી એક ટ્રોફી તથા 40 લાખ રૂપિયા મળ્યા હતા, જેમાંથી 20 લાખ રૂપિયા મનવીરના પિતાએ સલમાન ખાનની સેવા સંસ્થા બિઇંગ હ્યુમનને દાન કર્યા હતા. બિગ બોસના ફાઇનલમાં ચારેય ફાયનલિસ્ટ બાની, લોપામુદ્રા, મનવીર અને મનુ પંજાબીને 10 લાખ રૂપિયા લઇ શો છોડવાની ઓફર આપવામાં આવી હતી, ચારમાંથી કોઇ એક ફાયનલિસ્ટે પોતાની મરજીથી શો છોડવાનો નિર્ણય લેવાનો હતો. આ માટે સૌને 2 મિનિટનો વિચારવાનો સમય પણ આપવામાં આવ્યો હતો. 14 જ સેકન્ડમાં નિર્ણય લઇ મનુ પંજાબીએ શો છોડવાનો નિર્ણય લીધો હતો અને તેઓ 10 લાખ રૂપિયા લઇ ફાયનલિસ્ટની રેસમાંથી બહાર નીકળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, મનુ પંજાબી જયપુરના એક બિઝનેસમેન છે.

અહીં જુઓ - #Photos: સલમાન હોય, શાહરૂખ હોય કે અક્ષય કુમાર..આવું કઇ રીતે કરી શકે?

મનુ પંજાબીએ શઓ છોડવાનો નિર્ણય એકદમ સાચો સાબિત થયો હતો. મનુ પંજાબી ફાયનલિસ્ટની રેસમાં સૌથી પાછળ હતા. તેમને મળેલા વોટ્સને આધારે ચારે ફાયનલિસ્ટમાં તેઓ 4થા નંબરે હતા. ત્યારબાદ સેકન્ડ રનર અપ લોપામુદ્રા રાઉત પણ અલિમિનેટ થઇ શોમાંથી બહાર નીકળી ગઇ હતી, જે પછી આખરી મુકાબલો બાની અને મનવીરની વચ્ચે હતો. બિગ બોસના ગ્રાન્ડ ફિનાલેમાં મનવીરે બાનીને હરાવી વિજેતાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અપેક્ષા અનુસાર બિગ બોસનો ફિનાલે ખૂબ ધમાકેદાર રહ્યો હતો, હૃતિક રોશન અને યામી ગૌતમ પણ પોતાની ફિલ્મ 'કાબિલ' પ્રમોટ કરવા માટે બિગ બોસના સેટ પર પહોંચ્યા હતા. તેમણે સલમાન ખાન સાથે ડાન્સ પણ કર્યો હતો.

English summary
Bigg Boss 10 finale: Manveer Gurjar wins the show.
Please Wait while comments are loading...