બિગ બોસ-2ના વિજેતા આશુતોષે કરી રેસ્ટોરન્ટમાં મારામારી
મુંબઇ, 14 માર્ચ: 'બિગ બોસ' સિઝન-2ના વિજેતા આશુતોષ કૌશિક પર એક પાર્ટી દરમિયાન નશાની હાલતમાં મારામારી કરવાનો આરોપ લાગ્યો છે. મુંબઇના લોખંડવાલા વિસ્તારમાં મોડીરાત્રે એક રેસ્ટોરન્ટમાં આયોજીત પાર્ટીમાં જોરદાર હોબાળો મચી ગયો. આશુતોષનું કહેવું છે કે રેસ્ટોરન્ટમાં તેની સાથે મારામારી કરવામાં આવી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ મારામારીની શરૂઆત ફોટો પડાવવાથી શરૂ થઇ હતી. જેમાં બન્યુ એવું કે કોઇએ આશુતોષના ફોટોગ્રાફર મિત્રને તમાચો ચોડી દીધો, ત્યારબાદ ઘણા લોકો મારામારી પર ઉતારુ થઇ ગયા. આ દરમિયાન આશુતોષને પણ માર મારવામાં આવ્યો. આશુતોષે આરોપ લગાવ્યો કે ઘટનાસ્થળે હાજર હોવા છતાં પોલીસ તેને માર ખાતા જોતી રહી.













Click it and Unblock the Notifications
