રાજીવ ગુસ્સે ભરાયો, કહ્યું-માતાજી હદમાં રહો

મુંબઈ, 26 ઑક્ટોબર : બિગ બૉસનો શો જેમ-જેમ આગળ વધતો જાય છે તેમતેમ ઘરના સભ્યો પોતાની જાત ઉપરનો કાબૂ એટલે કે આત્મનિયંત્રણ ગુમાવતાં જાય છે. શોના બીજા અઠવાડિયાથી જ સભ્યો વચ્ચે ઝગડાં અને વાદ-વિવાદ શરૂં થઈ ગયા હતાં. ખાસકરીને બિગ બૉસમાં સામાન્ય માણસને રજુ કરતાં કાશિફ કુરૈશીની તો દર રોજ કોઈને કોઈ સભ્ય સાથે દલીલબાજી થતી જ.

Sampat-Rajeev

કાશિફના ગયા બાદ કેટલાંક સમય તો ઘરમાં શાંતિ જળવાઈ રહી, પરંતુ આ બિગ બૉસના ઘરમાં દરેક શાંતિ આવનાર ઝંઝાવાતનો સંકેત હોય છે. કઈંક એવું જ થયું આ વખતે પણ.

ગત મંગળવારના એપિસોડમાં રાજીવ અને ગુલાબી ગૅંગના લીડર સમ્પત પાલ વચ્ચે બહેસ થઈ. થયુ એમ કે સમ્પત પાલ ઘરના કેટલાંક સભ્યો વચ્ચે બેસી આપણાં દેશમાં મહિલાઓ પર થતાં અત્યાચારોની વાતો કરી રહ્યા હતાં. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી વિદેશોમાં કોઈ વાતને મહત્વ ન અપાય, ત્યાં સુધી આપણાં દેશમાં પણ તે બાબતને ગંભીરતાથી લેવામાં આવતી નથી. દરમિયાન રાજીવ વચ્ચે કઈંક એવું બોલી ગયાં કે સમ્પતને ગુસ્સો આવી ગયો અને તેમણે રાજીવને કઈંક સંભળાવી દીધું. તેથી રાજીવે પોતાની નારાજગી વ્યક્ત કરતાં સૌની સામે સમ્પતને જણાવ્યું - માતાજી કૃપયા તમે પોતાની હદમાં રહો.

સમ્પત પાલ મહિલા અધિકારો માટે સંઘર્ષ કરનાર ગુલાબી ગૅંગના લીડર છે. તેમની ઉપર એક ફિલ્મ પણ બની હતી. તેમાં માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં હતાં. સમ્પત બિગ બૉસમાં એટલા માટે આવ્યાં છે કે તેઓ દુનિયા ભરની મહિલાઓમાં તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવી શકે. સમ્પતે મંગળવારના એપિસોડમાં ગીત પણ સંભળાવ્યુ હતું. તે સાંભળીને સૌ સભ્યોને સારૂ લાગ્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X