#Video: બિગબોસ 10 મારપીટ તો પાક્કી જ છે, આ રહ્યો પુરાવો
આપ બધા જ જાણો છો કે બિગબોસ 10 ગઈ કાલરાત થી શરૂ થઇ ચુક્યો છે અને બિગબોસના હોસ્ટ સલમાન ખાને બધા જ કન્ટેસ્ટન્ટ સાથે ઓળખાણ કરાવી દીધી છે. નોન સેલિબ્રિટીથી લઈને સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ બિગબોસના ઘરમાં એન્ટ્રી લઇ ચુક્યા છે.

જ્યારથી આ શૉ શરૂ થયો છે ત્યારથી એક્સાઇટમેન્ટ ખુબ જ વધી ગયી છે. હવે ધીરે ધીરે અમે તમને શૉના કન્ટેસ્ટન્ટ સાથે જોડાયેલા રાઝ જણાવવા જઈ રહ્યા છે. હાલમાં જ અમે તમને આકાંશા શર્મા વિશે જણાવ્યું હતું.

આકાંશા શર્મા ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની ભાભી રહી ચુક્યા છે. જેના પછી અમે તમને વધુ એક કન્ટેસ્ટન્ટ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમનું નામ છે સ્વામી ઓમજી.

સ્વામી ઓમજી એ બિગબોસ ના ઘરમાં એન્ટી કરતાની સાથે જ પોતાને લાઇમલાઈટ માં રાખી લીધા છે.

આપને જણાવી દઈએ કે હાલમાં સ્વામી ઓમજી બિગબોસના ઘરમાં મહિલાઓ પ્રત્યે જેટલું માન આપતા દેખાઈ રહ્યા છે. અસલમાં તેઓ તેનાથી બિલકુલ વિપરીત છે. સ્વામી ઓમજી એ એકવાર ટેલિવિઝનમાં મહિલા સાથે મારપીટ પણ કરી હતી.

આ મારપીટની ઘટના એક લાઈવ શૉ દરમિયાન થયી હતી. શૉમાં હાજર એંકર અને બીજા ગેસ્ટ એ ખુબ જ મહેનતથી આ ઝગડો શાંત કરાવ્યો હતો. આ ઝગડો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો.












Click it and Unblock the Notifications
