બિગ બોસ 11માં દાઉદના આ સંબંધીની એન્ટ્રી!

Written By:
Subscribe to Oneindia News

લોકપ્રિય ટીવી શો બિગ બોસ ની અગ્યારમી સિઝન શરૂ થઇ ગઇ છે ત્યારે તેની નવી થીમ અને કન્ટેસ્ટંટ્સ સભ્યો સતત ચર્ચામાં રહ્યા છે. આ બિગ બોસ 11માં દાઉદ ઇબ્રાહિમ નો સંબંધી પણ જોવા મળશે એવી વાતોએ જોર પકડ્યું છે. 1 ઓક્ટોબરથી શરૂ થનાર આ શોમાં દાઉદનો સંબંધી ઝુબેર ખાન જોવા મળશે. આ અંગે વધુ જાણકારી મેળવો અહીં...

કોણ છે ઝુબેર ખાન?

કોણ છે ઝુબેર ખાન?

ઝુબેર ખાન ફિલ્મ મેકર છે અને તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. પરંતુ તેની બીજી ઓળખ હંમેશા દાઉદના સંબંધી તરીકે જ થાય છે, જે તેની પહેલી ઓળખાણ પર ઘણી ભારે પડે છે. ઝુબેર ખાનના લગ્ન હસીનાની પુત્રીની સાથે થયા છે.

દાઉદની બહેનનો જમાઈ છે ઝુબેર

દાઉદની બહેનનો જમાઈ છે ઝુબેર

દાઉદની બહેન હસીના પારકરની પુત્રી સાથ ઝુબેરના લગ્ન થયા છે. હસીનાને દાઉદની બહુ જ લાડકી બહેન માનવામાં આવે છે. આથી ઝુબેરને દાઉદનો સંબંધી માનવામાં આવે છે. જો કે, ઝુબેર આ વાતથી ખુશ નથી. તેણે વારંવાર આ વાતને નકારતા જણાવ્યુ છે કે, મને મારા કામથી ઓળખો. હું જે કામ કરું છું, તેને કારણે મને જાણો. દાઉદના સંબંધી તરીકે નહી. મારી પત્નીના પરિવારના લોકો જે કામ સાથે જોડાયેલા છે તેની સાથે મારે કોઈ સંબંધ નથી.

દાઉદના સંબંધી હોવાનો ગેરફાયદો

દાઉદના સંબંધી હોવાનો ગેરફાયદો

ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યૂ અનુસાર, ઝૂબેરે આ અંગે જણાવ્યું કે, હું એક ફિલ્મ મેકર છું, પરંતુ 2011માં લોકોને જેવી ખબર પડી કે હું દાઉદનો સંબંધી છું, તો કોઈ પણ લોકો મારી સાથે ફિલ્મ કરવા તૈયાર ન હતા. જે લોકોએ મારી ફિલ્મા માટે મને પૈસા આપવાની વાત કરી હતી એ બધા લોકોએ આપવાની ના પાડી દીધી હતી.

બિગ બોસ મોટી તક

બિગ બોસ મોટી તક

ઝુબેરે બિગ બોસ અંગે વાત કરતા જણાવ્યું કે, લોકોને મારા વિશે કહેવાની અને સમજાવવાની મોટી તક છે બિગ બોસ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોએ જે મારા માટે પૂર્વાગ્રહ બનાવી લીધા છે, તેને હું તોડવા માંગુ છે. લગ્ન બાદ મને ઘણી ધમકીઓ મળી છે, મને ડરાવવાના અનેક પ્રયાસો પણ કરવામાં આવ્યા છે અને તેમ છતાં મેં હાર નથી માની. મને જ્યારે બિગ બોસ માટેનો ફોન આવ્યો ત્યારે મને પહેલા એ ફેક કોલ લાગ્યો હતો. પરંતુ જ્યારે મને એ વાતની જાણ થઈ કે, આ વાત સાચી છે ત્યારે મારી ખુશીનો પાર ન હતો.

English summary
Bigg Boss 11 - This time in the eleventh season of the popular TV show Big-Boss Dawood Ibrahim's relative Jubair Khan will also be seen with Salman Khan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.