VIDEO: અનૂપ જલોટાની આ વાત પર રોઈ જસલીન, શું બ્રેકઅપ થઈ ગયુ બંનેનુ?
ભજન સમ્રાટ અનૂપ જલોટાએ પોતાની ગર્લફ્રેન્ડ જસલીન મથારુથી અલગ થવાનો નિર્ણય લીધો છે અને તેનો ખુલાસો તેમણે બિગ બોસમાં બધાની સામે કર્યો છે.
બિગ બોસ સિઝન 12 ની સૌથી જાણીતી જોડી અનૂપ જલોટા અને જસલીન મથારુ ફરીથી એક વાર ચર્ચામાં છે. પોતાની કેમેસ્ટ્રી માટે જાણીતી આ જોડીનું બ્રેકએપ થઈ ગયુ છે. ભજન સમ્રાટ અનૂપ જલોટાએ પોતાની ગર્લફ્રેન્ડ જસલીન મથારુથી અલગ થવાનો નિર્ણય લીધો છે અને તેનો ખુલાસો તેમણે બિગ બોસમાં બધાની સામે કર્યો છે. અનૂપ જલોટા જસલીનના એક ટાસ્કમાં હારી જવાથી એટલા ગુસ્સે થયા કે તેમણે બ્રેકઅપ કરી લીધુ. અનૂપ જલોટાનો એ નિર્ણય સાંભળીને ઘરમાં સૌ કોઈ ચોંકી ગયા.

અનૂપ જલોટાએ ગર્લફ્રેન્ડ સાથે કર્યુ બ્રેકએપ
ભજન સમ્રાટ અનૂપ જલોટા અને તેમનાથી 37 વર્ષ નાની ગર્લફ્રેન્ડ મથારુના રસ્તા અલગ થઈ ગયા છે. બંને બિગ બોસની 12 સિઝનમાં આવ્યા હતા સાથે પરંતુ કદાચ અહીંથી બહાર અલગ થઈને નીકળશે કારણકે અનૂપ જલોટાએ બધાની સામે જસલીન સાથે બ્રેકઅપ કરી લીધુ છે. તેમણે બિગ બોસના ઘરમાં બધાની સામે કહ્યુ કે તે હવે જસલીન સાથે નથી. જલોટાની આ વાત સાંભળીને જસલીન ખૂબ રડવા લાગી અને તેમને મનાવવાની કોશિશ પણ કરી પરંતુ જલોટા પોતાના નિર્ણય પર અડગ રહ્યા.

જસલીન મથારુના ટાસ્કથી થયા નારાજ
જલોટાના બ્રેકઅપનું કારણ હાલમાં જ કરવામાં આવેલુ એક ટાસ્ક હતુ. જેમાં જસલીન સારુ પ્રદર્શન ન કરી શકી. હાલમાં જ બિગ બોસમાં એક નોમિનેશન ટાસ્ક કરવામાં આવ્યુ જેમાં સિંગલ લોકોએ કપલ્સમાંથી કોઈ એકને કિડનેપ કરવાનું હતુ. કિડનેપ થયેલા કપલનો સાથી સિંગલ્સની ડિમાન્ડ પૂરી કરીને પોતાના સાથીને નોમિનેશનથી બચાવી શકતો હતો. જો સિંગલ્સની ડિમાન્ડ પૂરી કરવામાં જોડીદાર સાથી અસફળ થાય તો સિંગલ્સ સુરક્ષિત થઈ જાત. આ ટાસ્કમાં દીપિકા અને નેહા કિડનેપર બન્યા હતા અને તેમણે અનૂપ જલોટાને કિડનેપ કર્યા.

‘હું હવે એકલો છુ અને આ જોડી તોડી રહ્યો છુ'
અનૂપને છોડાવવામ માટે બંનેએ ડિમાન્ડ રાખી કે જસલીન પોતાના કપડા, મેકઅપનો સામાન આપે અને પોતાના વાળ કપાવે. જસલીન દીપિકા અને નેહાની આ ડિમાન્ડ માનવાનો ઈનકાર કરી દે છે. જસલીનનો આ ટાસ્કમાં પ્રદર્શન જોઈને જલોટા દુખી થઈ ગયા અને તેમણે બધાની સામે કહી દીધુ કે તે આ જોડી તોડી રહ્યા છે. અનૂપ જલોટાએ કહ્યુ, ‘તેમણે પોતાના કપડા, વાળ, મેકઅપ સાથે વધુ પ્રેમ બતાવ્યો એટલા માટે હું હવે તેમની સાથે નથી. હું હવે એકલો છુ અને આ જોડી તોડી રહ્યો છુ.'

ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી જસલીન
જલોટાએ કહ્યુ કે આ ટાસ્કથી વ્યક્તિનું ઉંડાણ ખબર પડે છે. તેમનો આ નિર્ણય સાંભળીને જસલીન ચોંકી ગઈ અને બહાર જઈને ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી. તેણે જલોટાને મનાવવાની કોશિશ પણ કરી અને કહ્યુ કે આ માત્ર એક ટાસ્ક અને ગેમ હતી. અનૂપ જલોટાએ કહ્યુ કે તેમને આ વાતનું ઘણુ ખોટુ લાગ્યુ અને તે પોતાના નિર્ણય પર અડગ છે. તેમન નિર્ણયને કોઈ નહિ બદલી શકે.
Kya @anupjalota aur #JasleenMatharu ki ye anokhi kahaani reh jayegi adhuri? Kya #BB12 ke ghar mein toot jayenge yeh do dil? Janne ke liye dekhte rahiye #BiggBoss12. pic.twitter.com/Fl0maQTbUX
— COLORS (@ColorsTV) 1 October 2018
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
