બિગ બૉસ 13: બહાર આવીને અરહાને કહ્યુ ભાઈ વિશે વાત નથી કરવી, જણાવ્યુ દીકરા અને લગ્નનુ સત્ય!

શોમાંથી બહાર થયા બાદ મીડિયા સાથે વાતચીતમાં અરહાને મેકર્સ અને સલમાન દ્વારા તેમના અંગત જીવનના ખુલાસા સાથે રશ્મિ સાથે પોતાના સંબંધનુ આગળ શું થશે તેના પર પણ બિન્દાસ્ત વાત કરી છે.

બે વીકની આતુરતા બાદ બિગ બૉસ 13માં એલિમિનિશન થયુ. અરહાન ખાન શોમાંથી બહાર થઈ ગયા. તમને જણાવી દઈએ કે રશ્મિ દેસાઈ સાથે પોતાની રિલેશનશિપને આગળ વધારવા માટે અરહાનને બીજી વાર ઘરની અંદર મોકલવામાં આવ્યા હતા. પરંતુ પોતાની કોન્ટ્રોવર્સી અને અંગત જિંદગીના ખુલાસાબાદ અરહાન ખાન શોની અંદર અને દર્શકો વચ્ચે એ કમાલ કરી શક્યા નહિ જેની આશા તેમણે રાખી હતી.

નારાજ છે અરહાન

નારાજ છે અરહાન

શોમાંથી બહાર થયા બાદ મીડિયા સાથે વાતચીતમાં અરહાને મેકર્સ અને સલમાન દ્વારા તેમના અંગત જીવનના ખુલાસા સાથે રશ્મિ સાથે પોતાના સંબંધનુ આગળ શું શથે તેના પર પણ બિન્દાસ્ત વાત કરી છે. અરહાને એ સ્પષ્ટ રીતે કહ્યુ છે કે તે એ વાતથી નારાજ છે કે શોમાં તેના ભૂતકાળને આ રીતે સામે લાવવામાં આવ્યો.

સલમાન ભાઈ માટે કંઈ નથી કહેવુ

સલમાન ભાઈ માટે કંઈ નથી કહેવુ

શોમાં વીકેન્ડ કા વાર પર સલમાન દ્વારા પોતાના લગ્ન અને દીકરાના ખુલાસા પર અરહાને કહ્યુ કે હું સલમાન ભાઈ માટે કંઈ પણ કહેવા નથી ઈચ્છતો. તે મારા આદર્શ છે. તેમણે જે કર્યુ એ સારુ વિચારીને જ કર્યુ હશે. પરંતુ હું ચેનલથી નારાજ છુ.

મારા ભૂતકાળને કેમ સામે લાવ્યા

મારા ભૂતકાળને કેમ સામે લાવ્યા

અરહાને આગળ કહ્યુ કે આ રીતે મારા ભૂતકાળને કેમ સામે લાવવામાં આવ્યો. આવુ કોઈ સિઝનમાં નથી થયુ. આ બહુ વિચિત્ર હતુ કે રશ્મિની આંખો ખોલવા માટે. આવુ મારા અંગત જીવનના દમ પર ન કરી શકાય. ત્યાં સુધી કે દેવોલીનાએ પણ આને ઉઠાવ્યુ, આ ખોટુ છે.

મારો દીકરો પાંચ વર્ષનો છે...

મારો દીકરો પાંચ વર્ષનો છે...

બૉમ્બે ટાઈમ્સ સાથે વાતચીતમાં અરહાને ખુલાસો કરતા કહ્યુ કે મારો સંબંધ પાંચ વર્ષથી ખતમ થઈ ચૂક્યો છે. તેમાત્ર છ મહિના ચાલ્યો. તે વિદેશમાં સેટલ થઈ ચૂકી છે. મારો દીકરો પાંચ વર્ષનો છે. તેણે નવા જીવનની શરૂઆત કરી છે. તે કોઈ બીજા સાથે એન્ગેજ છે.

અમે બંનેએ નિર્ણય લીધો હતો...

અમે બંનેએ નિર્ણય લીધો હતો...

અરહાને આગળ કહ્યુ કે રશ્મિને આ વિશે કંઈ ખબર નહોતી. મે તેને ઘણી વાર હિંટ આપી હતી. અમે બંનેએ નિર્ણય કર્યો હતો કે પોતાના ભૂતકાળને એકબીજા સામે નહિ લાવીએ. રશ્મિને આ બધુ કહેવાનો યોગ્ય સમય નહોતો. હું જાતે કહી દેત પરંતુ જે રીતે બોમ્બ ફૂટ્યો તે જોઈને હું ચોંકી ગયો હતો.

આ મહિલાના સમ્માનની વિરુદ્ધ છે

આ મહિલાના સમ્માનની વિરુદ્ધ છે

સિદ્ધાર્થના 'એસી લડકી'વાળા નિવેદન પર અરહાને કહ્યુ કે જો આ કોઈ પણ છોકરીને કહેવામાં આવે તો તેને સારુ ન લાગે. આ મહિલાના સમ્માનની વિરુદ્ધ છે. બધા જાણે છે કે આનો શું અર્થ છે. ઝઘડો પણ થયો. રશ્મિ બહુ દુઃખી હતી. કોઈ પણ વસ્તુને પાંચસો વાર બોલશો તો કોઈને પણ ગુસ્સો આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X