Bigg Boss 13: શો હારીને પણ આસિમને મળી મોટી જીત, સુહાના ખાન સાથે જલ્દી જોવા મળશે!
આસિમના ફેન્સ માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે કે આસિમ ટૂંક સમયમાં મોટા પડદા પર દેખાવાનો છે.
Bigg Boss 13માં વિનરના ખિતાબથી એક ડગલુ દૂર રહેલ આસિમ રિઝાયના ફેન્સ તેમના ફિનાલે ન જીતવાથી નિરાશ છે. આસિમની લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે સિદ્ધાર્થ શુક્લા બિગ બૉસ 13 જીતવા માટે લોકોમાં નારાજગી દેખાઈ. લોકોએ સિદ્ધાર્થને ફિક્સ્ડ વિનર ગણાવી દીધો. બિગ બૉસના મેકર્સને ટ્રોલ કર્યા. સામાન્યથી લઈને ટીવીના સ્ટાર્સે પણ આસિમ રિઝાયના ન જીતવા પર અફસોસ વ્યક્ત કર્યો. વળી, હવે આસિમના ફેન્સ માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે કે આસિમ ટૂંક સમયમાં મોટા પડદા પર દેખાવાનો છે.

આસિમ સુહાના ખાન સાથે કરશે ડેબ્યુ?
લોકોએ બિગ બૉસ હાઉસમાં આસિમ રિયાઝને બહુ પસંદ કર્યો. આસિમ રિયાઝના બૉલિવુડ ડેબ્યુ માટે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. બૉલિવુડના સમાચાર આપનાર મિસ્ટર ખબરીની માનીએ તો રિયાઝ ટૂંક સમયાં મોટા પડદે જોવા મળશે. બૉલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરી શકે છે.
|
એક્સક્લુઝીવ રિપોર્ટમાં મળી માહિતી
મિસ્ટર ખબરીના રિપોર્ટ અનુસાર નિર્દેશક કરણ જોહર સ્ટુડન્ટ ઑફ ધ યર માટે શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનને લૉન્ચ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં સુહાના સાથે આસિમ રિયાઝ જોવા મળી શકે છે. જો કે આની પુષ્ટિ વનઈન્ડિયા ન કરી શકે. મિસ્ટર ખબરીએ પોતાના એક્સક્લુઝીવ રિપોર્ટમાં આ માહિતી શેર કરી છે.

ક્યારેક દોસ્ત દેખાયા તો ક્યારેક જાની દુશ્મન
તમને જણાવી દઈએ કે બિગ બૉસના ઘરમાં આસિમ અને સિદ્ધાર્થ શુક્લા ક્યારેક દોસ્ત દેખાયા તો ક્યારેક જાની દુશ્મન. લોકોએ તેમના દરેક રંગને પસંદ કર્યો. બંનેની લડાઈ પછી એટલી વધી ગઈ કે શોના મેકર્સે પણ તેમને સમજાવવુ મુશ્કેલ બની ગયુ. હવે બિગ બૉસ ખતમ થઈ ગયુ છે તો કન્ટેન્ટન્ટ પોતાના આગલા પ્રોજેક્ટ માટે આગળ વધી ગયા છે. એવામાં કરણ જોહર આસિમને ડેબ્યુ કરાવે તો આસિમના કરિયર માટે મોટુ મુકામ સાબિત થશે. ભલે આસિમ બિગ બૉસ ન જીતી શક્યા પરંતુ ફિલ્મમાં તેમનુ ડેબ્યુ થાય તો અસલી વિજેતા માનવામાં આવશે. આસિમના ફેન્સને આશા છે કે આસિમ જલ્દી તેમને ફરીથી એક વાર પડદા પર જોવા મળશે.












Click it and Unblock the Notifications
