Big Boss 13 પહેલા સિદ્ધાર્થ-રશ્મિ વચ્ચે આવો હતો રોમાન્સ, જૂનો Video લીક
સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ બિગ બૉસ 13ની આ સિઝનના આ બે નામ હાલમાં ચર્ચામાં છે. આનુ કારણ ઘરની અંદર બંનેનો ઝઘડો છે કે જે બધી હદો પાર કરી રહ્યો છે. આ વખતે એવી સ્થિતિ છે કે સલમાન ખાનની સામે પણ બંને એકબીજાનો ગાળો આપવામાં પાછા ન હટ્યા. ખાસ કરીને રશ્મિ દેસાઈ વીકેન્ડ કા વાર પર ભડકતી જોવા મળી. એકબીજા પર ચા ફેંકવાથી માંડીને અંગત કમેન્ટ સુધી. બંને વચ્ચે અંગત દુશ્મની શો પર સાફ દેખાય છે. ખુદ સલમાન ખાન પણ આ વાતથી ખૂબ ચોંકી ગયા છે કે છેવટે આ બંને વચ્ચે એવુ શું થયુ છે જે બંને એકબીજાનુ મોઢુ પણ જોવા માટે તૈયાર નથી.

પ્રેમભરી રોમેન્ટીક વાતો
વળી, આ દરમિયાન આ બંનેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બંને એકબીજા સાથે પ્રેમભરી રોમેન્ટીક વાતો કરી રહ્યા છે. તમે આ જોઈને ચોંકી જશો કે રશ્મિ અન સિદ્ધાંત કેવી રીતે એકબીજા સાથે આવી રીતે વાતો કરી શકે. ચાલો તમને બતાવીએ કે બંનેનો આ વાયરલ વીડિયો અને બંનેના રોમેન્ટીક અને ન જોયેલા ફોટા પણ..

ગાઢ દોસ્તી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિદ્ધાર્થ અને રશ્મિ વચ્ચે ઘણી ગાઢ દોસ્તી રહી છે. બંને સેટ પર એકબીજાની કાળજી પણ રાખતા હતા.
આ પણ વાંચોઃ

કેમેરાની પાછળ હોય કે આગળ
કેમેરા પાછળ હોય કે આગળ બંને કંઈક આવી રીતે મસ્તી કરતા જોવા મળતા હતા.

એકબીજાની નજીક
આ ફોટાને જોઈને તમને વિશ્વાસ નહિ આવે કે ખરેખર શું ક્યારેક આ બંને એકબીજાની આટલી નજીક રહી ચૂક્યા છે.

એકબીજાને ડેટ
શોમાં આવતા પહેલા એ અંગેની ચર્ચા રહી છે કે બંને એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. પરંતુ કોઈ મોટા કારણસર બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો.

શૂટિંગ દરમિયાન
બંને એકબીજાને પહેલેથી જ જાણતા હતા. પરંતુ એકબીજાની નજીક દિલ સે દિલ તકની શૂટિંગ દરમિયાન આવ્યા.

બંનેના રોમાન્સ માટે ફેન્સ પેજ
તમને જણાવી દઈએ કે બંનેને શોમાં એટલા પસંદ કરવામાં આવ્યા કે બંનેના નામ પર ઘણા ફેન્સ પેજ એક્ટીવ રહ્યા છે.

ઝડપથી વાયરલ
સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈની આ સેટ દરમિયાનની તસવીર છે જે હાલમા વાયરલ થઈ રહી છે.
View this post on InstagramA post shared by BollyTelly Deewane☘️💚 (@bollywoodtellywoodstar) on