Bigg Boss 14ના પહેલા સપ્તાહમાં એલિમિનિટ થઈ સારા ગુરપાલ! ઘરવાળાએ જ લીધો નિર્ણય

બિગ બૉસ 14ના પહેલા વીકેન્ડ કા વાર બાદ રિયાલિટી શોમાં સૌથી પહેલા એલિમિનેટ થનાર કન્ટેસ્ટન્ટ સારા ગુરપાલ હોઈ શકે છે.

મુંબઈઃ બિગ બૉસ 14ના પહેલા વીકેન્ડ કા વાર બાદ રિયાલિટી શોમાં સૌથી પહેલા એલિમિનેટ થનાર કન્ટેસ્ટન્ટ સારા ગુરપાલ હોઈ શકે છે. બિગ બૉસ 14ના પહેલા સપ્તાહમાં જ સારા ગુરપાલના ઘરવાળાના નિર્ણયના કારણે ઘરમાંથી બહાર જવુ પડી શકે છે. જો કે એ વિશે કોઈ અધિકૃત સૂચના નથી પરંતુ એટલુ જરૂર નક્કી છે કે સોમવાર (12 ઓક્ટોબર) આવનાર શોમાં એક કન્ટેસ્ટન્ટ તો જરૂર ઘરથી બેઘર થઈ શકે છે.

ઘરવાળાએ જ સારા ગુરપાલને કાઢવાનો કર્યો નિર્ણય!

ઘરવાળાએ જ સારા ગુરપાલને કાઢવાનો કર્યો નિર્ણય!

બિગ બૉસ 14ના પહેલા વીકેન્ડ કા વારમાં હોસ્ટ સલમાન ખાને બધા ઘરવાળાની જોરદાર ક્લાસ લીધા બાદ બધા 10 ફ્રેશર્સ કન્ટેસ્ટન્ટને બેગ પેક કરીને ઘરમાંથી બહાર નીકળવા માટે તૈયાર રહેવા માટે કહ્યુ હતુ. સારા ગુરપાલ બિગ બૉસ 14ના ઘરમાંથી નીકળનાર પહેલી કન્ટેસ્ટન્ટ બની શકે છે. બિગ બૉસ ફેન ક્લબે દાવો કર્યો છે કે સોમવારે (12 ઓક્ટોબર) આવનારા શોમાં ઘરવાળાએ લીધેલ નિર્ણય બાદ સારા ગુરપાલ એવિક્ટ થઈ છે.

ત્રણે સીનિયર્સે સારાને એવિક્ટ કરવાનો નિર્ણય લીધો

ત્રણે સીનિયર્સે સારાને એવિક્ટ કરવાનો નિર્ણય લીધો

અટકળો લગાવવામાં આવી રહી છે કે પંજાબની સિંગર સારા ગુરપાલને ઘરમાંથી બહાર કાઢવાનો નિર્ણય સીનિયર્સ હિના ખાન, સિદ્ધાર્થ શુક્લા અને ગૌહરખાને લીધો છે. કહેવામાં આવી રહ્યુ છે કે સોમવારે બધા 10 ફ્રેશર્સ કન્ટેસ્ટન્ટને નૉમિનેશન ટાસ્ક આપવામાં આવ્યુ છે જેમાં સૌથી વધુ લોકોએ માન્યુ છે કે સારા ઘરમાં રહેવુ ડિઝર્વ નથી કરતી ત્યારબાદ ત્રણે સીનિયર્સે સારાને એવિક્ટ કરવાનો નિર્ણય લીધો. હવે સારાના એવિક્શનમાં કેટલી સચ્ચાઈ છે તેનો ખુલાસો તો અપકમિંગ એપિસોડમાં આજે થશે.

સલમાન ખાને કહ્યુ - સારા કંઈ ખાસ કરતી જોવા મળી નથી

સલમાન ખાને કહ્યુ - સારા કંઈ ખાસ કરતી જોવા મળી નથી

સલમાન ખાને આમ તો બિગ બૉસના પહેલા વીકેન્ડ કા વારમાં બધા 10 ફ્રેશર્સ કન્ટેસ્ટન્ટને કહ્યુ કે તે બહુ ધીમા છે. વળી, તેમણે સારા વિશે કહ્યુ હતુ કે તે શોમાં કંઈ ખાસ કરતી દેખાઈ નથી રહી. શોમાં સારા ગુરપાલના યોગદાન પર સીનિયર્સે પણ ઘણી વાર સવાલ ઉઠાવ્યા છે. સારા હાલમાં જ ત્યારે છવાઈ જ્યારે તેના કથિત પૂર્વ પતિએ એક ગેસ્ટ તરીકે બિગ બૉસના ઘરમાં તેને મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યુ કે તેનુ અસલી નામ રચના દેવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X