For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bigg Boss 15: તેજસ્વી પ્રકાશે પોતાના નામે કરી ટ્રોફી, સિદ્ધાર્થને યાદ કરી સલમાન અને શહેનાઝ રડી પડ્યા

બિગ બૉસના ફેન્સની આતુરતાનો અંત આવી ગયો જ્યાં રવિવારે મોડી રાતે 15મી સિઝનના વિનરનુ એલાન થયુ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બિગ બૉસના ફેન્સની આતુરતાનો અંત આવી ગયો જ્યાં રવિવારે મોડી રાતે 15મી સિઝનના વિનરનુ એલાન થયુ. આ વખતે બધા કન્ટેસ્ટન્ટને પછાડીને તેજસ્વી પ્રકાશે ટ્રોફી પર કબ્જો જમાવી લીધો. તેની જીત પર પરિવાર અને ફેન્સમાં ખુશીનો માહોલ છે. બિગ બૉસના મેકર્સે તેજસ્વીને ટ્રોફી સાથે 40 લાખ રૂપિયાની કેશ પ્રાઈઝ આપી છે. વળી, બીજી તરફ તેજસ્વીના બૉયફ્રેન્ડ કરણ કુંદ્રા હારી ગયા.

તેજસ્વી પ્રકાશ બની વિનર

તેજસ્વી પ્રકાશ બની વિનર

રોહિત શેટ્ટીના શો 'ખતરો કે ખિલાડી 10'માં પણ તેજસ્વીએ જોરદાર ધમાલ મચાવી હતી. ત્યારબાદ ગયા વર્ષે તેની એન્ટ્રી બિગ બૉસની 15મી સિઝનમાં થઈ જ્યાં તેણે શરુઆતથી જ દર્શકોને એન્ગેજ કરવાની પૂરી કોશિશ કરી. જો કે, ઘણી વાર તેનાથી ઘરમાં મોટી ભૂલો થઈ પરંતુ તેણે સરસ રીતે તેને મેનેજ કરી. ફિનાલેમાં તેને પ્રતીક સહજપાલ જોરદાર ટક્કર આપતા રહ્યા, બંનેમાં ઓછુ માર્જિન હતુ પરંતુ છેલ્લા તેજસ્વીએ પોતાની તાકાત બતાવીને ટ્રોફી જીતી લીધી.

મળી વધુ એક ગિફ્ટ

મળી વધુ એક ગિફ્ટ

વળી, તેજસ્વીને કેશ પ્રાઈઝ અને ટ્રોફી ઉપરાંત પણ એક ગિફ્ટ મળી છે. જલ્દી તે એકતા કપૂરના શો નાગિન 6ની લીડ અભિનેત્રી તરીકે જોવા મળશે. બિગ બૉસના હોસ્ટ સલમાન ખાને ખુદ આનુ એલાન કર્યુ. શોનો પ્રોમો બતાવ્યો જેમાં તેજસ્વી નાગિનના રોલમાં હતી. આ વખતે મેકર્સે નાગિનને કોરોના મહામારી બાદ થયેલ ફેરફાર સાથે જોડીને જોયો છે.

સિદ્ધાર્થને આપી શ્રદ્ધાંજલિ

સિદ્ધાર્થને આપી શ્રદ્ધાંજલિ

દિવંગત સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને સલમાન ખાન અને શહેનાઝ બંને રડી પડ્યા હતા. બિગ બૉસ 13ના વિનર અને દિવંગત સિદ્ધાર્થ શુક્લાને ડાંસ પર્ફોર્મન્સ દ્વારા ટ્રિબ્યુટ આપ્યુ હતુ. આ પર્ફોર્મન્સાની મદદથી શહેનાઝે સિદ્ધાર્થ સાથે 13મી સિઝનની સફરને યાદ કરી હતી. શહેનાઝનુ પર્ફોર્મન્સ જોઈને તમામ લોકો ભાવુક થઈ ગયા હતા.

English summary
Bigg Boss 15 news Tejashwi Prakash won trophy, Salman and Shehnaaz cried in memory of Siddharth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X