Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bigg Boss 17: કોણ છે બિગ બૉસ 17નો કન્ટેસ્ટન્ટ વિકી જૈન, કયા બિઝનેસ સાથે છે જોડાયેલો

Who is Vicky Jain in Bigg Boss 17: ટીવીનો પ્રખ્યાત રિયાલિટી શો 'બિગ બૉસ 17' 15 ઓક્ટોબર, 2023થી શરૂ થયો છે. આ વખતે આ શોમાં ઘણા જાણીતા સેલેબ્સે ભાગ લીધો છે, જેમાંથી એક અભિનેત્રી અંકિતા લોખંડેના બિઝનેસમેન પતિ વિકી જૈન છે.

તમને જણાવી દઈએ કે આ વખતે અંકિતા લોખંડે પણ બિગ બૉસ 17માં જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં પતિ-પત્ની વચ્ચેની ગેમ જોવી રોમાંચક બની રહેશે. આ કપલ શોમાં કેવી રીતે ટકી રહે છે તે જોવા જેવું રહેશે.

Vicky Jain-Ankita Lokhande

અભિનેત્રી અંકિતા લોખંડેએ ડિસેમ્બર 2021માં તેના લાંબા સમયના પાર્ટનર વિકી જૈન સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી બંને ઘણી વખત ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળ્યા છે. હાલમાં આ કપલ બિગ બૉસ 17માં પણ સાથે જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આ વિકી જૈન કોણ છે જેની સાથે અંકિતા લોખંડેએ લગ્ન કર્યા છે અને નવી જિંદગી જીવી રહી છે. આવો જાણીએ વિકી જૈન અને તેના બિઝનેસ વિશે.

તમને જણાવી દઈએ કે વિક્કી જૈન મૂળ છત્તીસગઢની રાજધાની રાયપુરનો છે અને તે એક બિઝનેસમેન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જો કે, તેના કામના કારણે તેઓ મોટાભાગનો સમય મુંબઈમાં જ રહે છે. વિકી જૈનનો પરિવાર કોલસાના વ્યવસાય સાથે જોડાયેલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિકી જૈનનું સાચું નામ વિકાસ કુમાર જૈન છે. વિકી જૈનના પિતાનું નામ વિનોદ કુમાર જૈન અને માતાનું નામ રંજના જૈન છે.

વિકી જૈનને એક ભાઈ અને બહેન પણ છે. તેનો ભાઈ વિશાલ જૈન રેડિયોલોજીસ્ટ છે અને બહેન વર્ષા અભ્યાસ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિક્કી જૈને તેનું સ્કૂલિંગ મુંબઈથી કર્યું હતું અને પછી સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તેની પાસે એમબીએની ડિગ્રી છે.

અભ્યાસ પૂરો કર્યા બાદ વિક્કી જૈને ફેમિલી બિઝનેસ ચલાવવાનુ શરૂ કર્યું. તે કોલસાના વ્યવસાયમાં જોડાયા અને પછી વર્ષ 2008માં 'મહાવીર કોલ વૉશરીઝ પ્રાઈવેટ લિમિટેડ' કંપનીના એમડી બન્યા. તે મહાવીર ઈન્સ્પાયર ગ્રુપના સહ-માલિક પણ છે. આ જૂથ કોલસા, વૉશરી, પાવર પ્લાન્ટ, રિયલ એસ્ટેટ અને હીરાનો પણ બિઝનેસ કરે છે.

મળતી માહિતી મુજબ, વિકી જૈન બૉક્સ ક્રિકેટ લીગ ટીમ 'મુંબઈ ટાઈગર્સ'નો કો-ઓનર છે. 2017માં હોળી પાર્ટી દરમિયાન અંકિતા લોખંડે સાથેની તેની પ્રથમ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ત્યારે તે ચર્ચામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે વિકી જૈનની પત્ની અંકિતા લોખંડે પહેલા દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ હતી. સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં સાથે ડેબ્યૂ કર્યું હતું.

અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતા પરંતુ કહેવાય છે કે સુશાંત સિંહ રાજપૂતે બૉલિવુડમાં પ્રવેશતાની સાથે જ અંકિતાની અવગણના શરૂ કરી દીધી હતી. ફિલ્મોમાં વ્યસ્ત હોવાને કારણે સુશાંત તેની ગર્લફ્રેન્ડ અંકિતાને સમય આપી શક્યો ન હતો. થોડા સમય પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. આ પછી સુશાંત સિંહ રાજપૂતે અભિનેત્રી રિયા ચક્રવર્તીને ડેટ કરવાનું શરૂ કર્યું અને અંકિતા લોખંડેના જીવનમાં વિકી જૈનની એન્ટ્રી થઈ ગઈ. બાદમાં જૂન 2020માં સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X