Bigg Boss 17 Winner 2024: એક સમયે હતો 60 રુપિયા પગાર, હવે છે કરોડોનો માલિક, જાણો મુન્નવર ફારુકીની નેટવર્થ
Bigg Boss 17 Winner 2024: બિગ બૉસ 17નો તાજ શોના સૌથી લોકપ્રિય સ્પર્ધક મુનાવર ફારૂકીના શિરે સજી ગયો છે. શો જીતવા બદલ મુનવ્વરને ટ્રૉફીની સાથે 50 લાખ રૂપિયાની ઈનામી રકમ અને એક કાર પણ મળી છે. આજે લાખોની સંખ્યામાં રમતા મુનવ્વરનુ પોતાનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું.
તે આ વાતનો ઉલ્લેખ શોમાં ઘણી વખત કરતો જોવા મળ્યો છે. એક સમયે એક-એક પૈસા માટે વલખા મારતો મુનવ્વર આજે પોતાની મહેનતના કારણે કરોડોનો માલિક છે. ચાલો જાણીએ કે ગુમનામીના જીવનમાંથી મુનવ્વર આટલી ઊંચાઈએ કેવી રીતે પહોંચ્યો?

મુનવ્વરે 14 વર્ષની ઉંમરે તેની માતા ગુમાવી હતી. મુનવ્વરે પોતે જ કહ્યું હતું કે તેની માતાએ દેવાના કારણે આત્મહત્યા કરી હતી. આ પછી તેનો પરિવાર ગુજરાતથી મુંબઈ શિફ્ટ થઈ ગયો. મુંબઈ આવ્યા પછી મુનવ્વરે એક વાસણની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું, જેના માટે તેને રોજનું 60 રૂપિયાનું વેતન મળ્યું. તે આ કામથી ખૂબ જ ખુશ હતો.
મુનવ્વર માટે રૂ. 60થી કરોડ સુધીની સફર સરળ ન હતી. કામના કારણે તેણે અભ્યાસ અધવચ્ચે જ છોડવો પડ્યો. વર્ષોની મહેનત અને સમર્પણના કારણે આજે તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
મુનવ્વર ફારૂકીએ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ છોડી દીધો હતો. માતાના અવસાન પછી, તેણે ગિફ્ટ શોપમાં કામ કર્યું અને દર મહિને 800 રૂપિયાનો પગાર મેળવ્યો. તે આ નોકરી છોડીને મુંબઈ આવ્યો અને રોજના 60 રૂપિયા કમાવા લાગ્યો. આ રીતે તે દર મહિને 800થી 1800 રૂપિયા કમાવા લાગ્યો. પછી ફરીથી તેણે જાતે અભ્યાસ શરૂ કર્યો. મુનવ્વરે 2017માં ઓપન માઈકમાં સ્ટેન્ડ-અપ કોમેડી કરવાનું શરૂ કર્યું હતું.
આજે મુનવ્વર કરોડોનો માલિક છે. તેની નેટવર્થની વાત કરીએ તો રિપોર્ટ અનુસાર મુનવ્વર 10 કરોડ રૂપિયાનો માલિક છે. તે એક શો માટે 3-4 લાખ રૂપિયા લે છે. મુનવ્વર તેની યુટ્યુબ ચેનલથી દર મહિને 8 લાખ રૂપિયા કમાય છે. મુનવ્વર તેની દરેક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 15 લાખ રૂપિયા લે છે.












Click it and Unblock the Notifications
