હું કૉમેડિયન નથી કે લોકોનું હસાવું - અસીમ
મુંબઈ, 9 ઑક્ટોબર : બિગ બૉસ 6ના ખેલાડી બનેલ કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીના બે શબ્દોના નિવેદનો સતત ચાલું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ કોઈ કૉમેડિયન નથી કે લોકોનું મનોરંજન કરે. તેઓ એક સામાન્ય માણસ છે કે વાંકી-ચુંકી આકૃતિઓ દ્વારા સત્ય કહેવાની કોશિશ કરે છે અને તેમની આ કોશિશ બિગ બૉસ હાઉસમાં પણ ચાલુ રહેશે, કારણ કે તેઓ એક કાર્ટૂનિસ્ટ છે કે જે હંમેશા પોતાનું કામ કરતો રહે છે.

અસીમે જણાવ્યું કે તેઓ બિગ બૉસ હાઉસમાં પણ લોકોની અંદર ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંઘર્ષ કરવાનો જોશ ભરતાં રહેશે.
નોંધનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી વિવાદાસ્પદ કાર્ટૂન અંગે દેશદ્રોહનો આરોપ ઝીલનાર અને જેલ જઈ આવેલા અસીમ ત્રિવેદી આ વખતે બિગ બૉસ હાઉસનો ભાગ છે. ખોટી વાત સહન ન કરનાર અસીમે જણાવ્યું કે તેમને સમ્પૂર્ણ ભરોસો છે કે તેઓ આ શો વડે પોતાની વાતો લોકોના કાને ધરી શકશે.
એમ તો આપને જણાવી દઇએ કે જોરદાર ઓપનિંગ કર્યા બાદ બિગ બૉસનો શો હવે શરૂં થઈ ગયો છે અને શોમાં નૉમિનેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ચુકી છે. સપ્તાહાંતે એક ખેલાડીએ ઘર છોડી જવું પડશે. ખેર, જોઇએ કે આ વખવ તનો શો શું રંગ લાવે છે.












Click it and Unblock the Notifications
