બિગ બૉસ 6 : ગ્રાન્ડ ફિનાલે આજે, ડેલનાઝ બાદ રાજીવ પણ આઉટ

આજે એટલે કે શનિવારે બિગ બૉસ 6નું ગ્રાન્ડ ફિનાલે છે. ડેલનાઝ ઈરાનીને રિયલિટી શો બિગ બૉસના વિજેતા તરીકે જોવામાં આવી રહ્યા હતાં, પરંતુ મંગળવારે તેઓ ઘરમાંથી આઉટ થઈ ગયાં. પછી રાજીવ પૉલની જીતની તકો વધી ગઈ હતી, પરંતુ શુક્રવારે તેઓ પણ બહાર થઈ ગયાં. બિગ બૉસના ઘરમાં હવે સાના, ઇમામ, નિકેતન મધોક તથા ઉર્વશી ધોળકિયા બચ્યાં છે.
આજે શોનું ગ્રાન્ડ ફિનાલે છે. આ શો જે જીતશે, તેને 50 લાખ રુપિયાનું ઈનામ મળશે. આજે પ્રસારિત થનાર ગ્રાન્ડ ફિલાલેમાં તે તમામ લોકો દેખાશે કે જેમણે આ વખતે આ શોમાં ભાગ લીધો હતો. એટલું જ નહીં શો જીતનારને ટ્રૉફી આપવા માટે ગત સીઝન 5ના વિજેતા જુહી પરમાર પણ આજે ફિનાલે પ્રસંગે દેખા દેશે.
જોકે લોકોને લાગે છે કે બિગ બૉસ 6 શો ઉર્વશી ધોળકિયા જીતી શકે છે, કારણ કે શરુઆતથી માંડી અત્યાર સુધી ઉર્વશીને લોકોનો પ્રેમ મળતો રહ્યો છે. એટલું જ નહીં, તેમનું નામ શોમાં કોઈ પણ વિવાદ સાથ જોડાયું નથી, તો બીજી બાજુ એમ પણ કહેવાય છે કે સલમાન ખાન ઇચ્છે છે કે શો તેમના ફેવરિટ નિકેતન મધોક જીતે. ખેર ટ્રૉફી કોને મળશે, તે થોડીક જ કલાકોમાં ખબર પડી જશે.












Click it and Unblock the Notifications
