આ રહ્યાં બિગ બૉસના ખેલાડીઓ

મુંબઈ, 8 ઑક્ટોબર : આખરે કલર્સનો બહુચર્ચિત રિયાલિટી શો બિગ બૉસ 6 રવિવારે શરુઆત થઈ ગયો. જેવી કે આશા હતી કે શોની રજુઆત ધમાકેદાર રીતે થશે અને એવું જ થયું પણ. સલમાન ખાને ફરી વાર બધાને પોતાનો દીવાનો બનાવી દીધું.

Salman In Bigg Boss

સલમાન ખાને દાવો કર્યો છે કે આ વખતનો શો પૂર્ણત્વે ફૅમિલી શો હશે. તેથી બિગ હાઉસની અંર ગાંધીજીના ત્રણ વાંદરાઓ મુકવામાં આવ્યાં છે કે જેઓ સંદેશ આપે છે કે ખોટું ના બોલો, ખોટું ના સાંભળો અને ખોટું ના જુઓ. શોની શરુઆતે સલમાન મિયા પોતાની જ ફિલ્મોના 6 અવતારોમાં અવતર્યાં. આ વખતના શોમાં સલમાન ખાન બે વાર બિગ બૉસ હાઉસમાં દેખા દેશે.

સુરમયી સંગીત અને ધમાકેાર પરફૉર્મન્સે શોની ટીઆરપી વધારી દીધી. આ શો ત્રણ માસ ચાલશે.

આવો આપને બતાવીએ આ વખતના શોના પ્રતિસ્પર્ધીઓ વિશે કે જેમના વિશે લાંબાગાળાથી અટકળો લગાવવામાં આવી રહી હતી.

નવજ્યોત સિંહ સિદ્ધ - પૂર્વ ભારતીય ક્રિકેટર, ભાજપના સાંસદ અને સારા હોસ્ટ નવજ્યોત સિંહ સિદ્ધૂએ બિગ બૉસ હાઉસમાં પ્રવેશ કર્યો છે અને દાવો કર્યો છે કે આ શો તેઓ જ જીતશે.
સના ખાન - એડ ફિલ્મો અને ઘણાં આલબમ કરી ચુકેલ સના ખાન પણ આ શોના ખેલાડી બન્યાં છે.
બ્રજેશ હીરજ - ઘણી ફિલ્મોમાં કૉમેડિયન અને ખલનાયકની ભૂમિકાએ દેખાઈ ચુકેલ બ્રજેશ હીરજી પણ આ વખતના શોનો ભાગ છે.
સમ્પત પાલ - ગુલાબી ગૅંગના સરદાર પણ આ વખતે શોના પ્રતિસ્પર્ધી છે.
ઉર્વશી ધોળકિયા - ટીવી શો કસૌટી જિંદગી કીના મૅડમ કોમોલિકા પણ આ વખતના શોના પ્રતિભાગી છે.
આશકા ગોરડિયા - ટીવી શો શુભ વિવાહ અને લાગી તુઝસે લગન દ્વારા લોકપ્રિય થયેલ ટીવી શો અિનેત્રી આશકાએ પણ બિગ બૉસ હાઉસમાં પ્રવેશ કર્યો છે.
દિનેશ યાદવ - ભોજપુરી ફિલ્મોથી ચર્ચિત નામ દિનેશ યાદવ પણ આ વખતે બિગ બૉસ રમવા આવ્યાં છે.
સપના ભવનાણી - ક્રિકેટ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનની હૅર ડ્રેસર સપના પણ આ શોનો ભાગ છે.
દિલનાઝ પૉલ - જાણીતા ટેલીવિઝન અને બૉલીવુડ હસ્તી દિલનાઝ પણ આ વખતે બિગ બૉસ રમી રહ્યાં છે.
રાજીવ પૉલ - દિલનાઝના પતિ રાજીવ પૉલ પણ આ શોનો ભાગ છે.
અસીમ ત્રિવેદી - વિવાદાસ્પદ કાર્ટૂન બનાવનાર અસીમ ત્રિવેદી પણ આ વખતે શોના મેમ્બર છે.
સાયંતની ઘોષ - મૉડલમાંથી અભિનેત્રી બનેલ સાયંતની ઘોષ પણ પોતાનો ભાગ્ય આજમાવા શોમાં આવ્યાં છે.
નિકેતન મધોક - લિમ્કા મૉડેલ નિકેતન મધોક પણ આ વખતે બિગ બૉસનો ભાગ છે.
કરિશ્મા કોટક - ક્રિકેટર યુવરાજ સિંહના ગર્લફ્રેન્ડ તરીકે ચર્ચિત થનાર તેલુગુ મૉડેલ અભિનેત્રી કરિશ્ા કોટક પણ આ વખતે બિગ બૉસમાં પોતાની કિસ્મત આજમાવી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X