બિગ બૉસ 7 : તનીષાનું અપમાન કરતા અરમાન!

લોનાવાલા, 27 નવેમ્બર : બિગ બૉસ 7માં અત્યાર સુધી અરમાન કોહલી અને તનીષા મુખર્જી વચ્ચે નિકટતાઓ જોવામાં આવી, પરંતુ આજે રાત્રે અરમાન કોહલી તનીષાનું ઘરના સભ્યો સામે અપમાન કરતા દેખાશે. અરમાને તનીષાનું અપમાન કરવા સાથે તેમને એમ પણ કહ્યું કે તેઓ જતા રહે અને અરમાનથી દૂર રહે. આ વાતે તનીષાને એટલુ બધુ આઘાત આપ્યું કે તેમણે નક્કી કર્યું કે હવે તેઓ અરમાન સાથે ક્યારેય વાત નહીં કરે અને હવેથી ગેમ ખતમ થવા સુધી તેમનાથી દૂર જ રહેશે. ઉપરાંત કુશાલ પણ બીજી વાર બિગ બૉસના નિયમો તોડતા નજરે પડશે અને માઇકને કાયમ પહેરી રાખવાની વાતે તેમણે જણાવ્યું કે તેમને નથી લાગતું કે લાઇટ ઑફ થયા બાદ પણ માઇક પહેરી રાખવું જરૂરી છે.

armaan-tanisha
બિગ બૉસે ઘરના સભ્યોને લક્ઝરી બજેટ કાર્ય આપ્યું છે કે જેનું નામ છે યસ ઓર નો. ઘરના સભ્યોને બે ટીમમાં વહેંચી નંખાયા છે. એક ટીમે હુકૂમત કરવી હતી અને બીજીએ ગુલામી. હુકૂમત ટીમે બીજી ટીમને કેટલાક એવા ટાસ્ક આપવાના હતાં કે જે તેઓ ન કરી શકે અને નો કહી દે. જો બીજી ટીમ તે ટાસ્ક ન કરી શકે, તો પૉઇંટ મળે હુકૂમત ટીમને અને તે જીતી જાય. સૌપ્રથમ હુકૂમત ટીમ તરફથી અરમાનને ટાસ્ક અપાયું કે તેઓ ગાર્ડન એરિયામાં તડકામાં પોતાના હાથ ઉપર અડધો કલાક ઊભા રહે.

પછી અરમાનના ટાસ્કનો સમય ઓછો કરી 12 મિનિટ કરી દેવાયો, પરંતુ અરમાન તે ટાસ્ક કરવામાં નિષ્ફળ નિવડ્યાં. પછી કુશાલને હૅવનના વાસણમાંથી પાણી પીવા માટે કહેવાયું. કુશાલે પાણી પી લીધું, પણ પછી તેમને ઉલ્ટીઓ શરૂ થઈ ગઈ. પછી કામ્યાને ટાસ્ક અપાયું કે તેઓ ત્રણ કારેલા ખાશે. કામ્યાએ બે કારેલા ખાધા, પણ ત્રીજુ કારેલુ ન ખાઈ શકતા તેઓ પણ ટાસ્ક હારી ગયાં. હવે બીજી ટીમમાંથી કુશાલે સોગંધ લીધાં કે તેઓ હુકૂમત ટીમને બોધપાઠ આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X