Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : બિગ બૉસ 7ને પડશે ટીઆરપીના ફાંફા, પાર્ટીસિપેંટ છે બેકાર!

મુંબઈ, 16 સપ્ટેમ્બર : બિગ બૉસ 7 ગઈકાલે રાત્રે શરૂ થઈ ગયો અને પૂરા 15 સ્પર્ધકો ગઈકાલે રાત્રે બિગ બૉસના ઘરમાં એંટર થયાં. આ શોમાં એંટર કર્યા બાદ સૌ સ્પર્ધકો બહુ ખુશ હતાં, પરંતુ ફૅન્સને ક્યાંકને ક્યાંક લાગે છે કે આ વખતનો શો બહુ બોરિંગ રહેનાર છે. સ્પર્ધકોને જોયા બાદ દર્શકોના એક્સપ્રેશન કંઇક ખાસ એક્સાઇટમેંટ વાળા નહોતાં. સૌને લાગ્યું કે શોમાં આ વખતે માત્ર તનીષા મુખર્જી કે પછી કામ્યા પંજાબી અથવા કુશાલ જ થોડીક મજા કરાવી શકશે. બાકી તો કેટલાંક સ્પર્ધકો બોરિંગ છે, તો કેટલાંક ખૂબ જ ઇમોશનલ કે જેઓ બિગ બૉસના ઘરે વધુ દિવસ ટકિ નહીં શકે.

આ વર્ષે બિગ બૉસનું પ્રીમિયર જ એટલું બોરિંગ ને નીરસ હતું કે દર્શકોને તેનાથી જ અંદાજો થઈ ગયો કે આ વખતે કંઇક ખાસ નહીં થાય. જોકે જન્નત અને જહન્નુમનું કૉન્સેપ્ટ બહુ ખાસ અને હટકે છે, પરંતુ આમ છતાં બિગ બૉસની અસલી મજો તો સ્પર્ધકો થકી જ મળે છે. તો એવામાં જ્યારે કે દર્શકો જ બોરિંગ અને બેકાર લાગી રહ્યાં છે, તો ભલા બિગ બૉસ શો કેમ ચાલશે.

સલમાન ખાન તો એમ પણ સપ્તાહમાં માત્ર બે દિવસ જ નજરે પડનાર છે. તેવામાં માત્ર સલમાન ખાન માટે જ કદાચ લોકો શુક્રવારે અને શનિવારે બિગ બૉસ શો જોઈ લેશે, પરંતુ આમ છતાં આ વખતે આખા અઠવાડિયા બિગ બૉસમાં ટીઆરપીના ફાંફા પડવાના છે, કારણ કે દર્શકો આ વખતના સ્પર્ધક કલેક્શનથી બહુ નાખુશ છે. ઉપરાંત લોકો પાસે વધુ પણ કારણો છે કે જેથી તેમને ટેલીવિઝન શો બિગ બૉસ 7 સાથે કંઈ હૅપ્પનિંગ નથી લાગતું.

પ્રીમિયર જ બોરિંગ

પ્રીમિયર જ બોરિંગ

ગઈકાલે રાત્રે એટલે કે 15મી સપ્ટેમ્બરે રાત્રે 9 વાગ્યે બિગ બૉસ 7નું પ્રીમિયર થયું અને આ દરમિયાન જ દર્શકોને ખૂબ કંટાળો અનુભવાયો. પ્રીમિયર એપિસોડની ઝડપ બહુ મંદ હતી અને લોકો કંટાળી ગયાં.

સ્પર્ધકો છે બોરિંગ

સ્પર્ધકો છે બોરિંગ

બિગ બૉસ 7ના સ્પર્ધકો બહુ બોરિંગ છે. આ વર્ષે જેટલાં પણ સ્પર્ધકો પહોંચ્યા છે, તેઓ કાં તો સલમાન સાથે લિંકના કારણે અથવા તો કોઇક વિવાદના કારણે પહોંચ્યા છે.

એલી, હેઝલ તથા એન્ડી સલમાનની દેણ

એલી, હેઝલ તથા એન્ડી સલમાનની દેણ

એલી એવરામ, હેઝલ કીચ તેમજ એન્ડી વીજે સલમાન ખાન સાથે મૈત્રીના કારણે જ બિગ બૉસ 7ના ભાગ બન્યાં છે. આ ત્રણેય અંદર આવવા પાછળનું કારણ સલમાન જ છે.

અનીતા છે બહુ બોરિંગ

અનીતા છે બહુ બોરિંગ

અનીતા અડવાણી કે જેઓ રાજેશ ખન્ના સાથે લિવ ઇન રિલેશનશિપના કારણે ફેમસ થયા હતાં, તેઓ પણ આ વર્ષે બિગ બૉસમાં પહોંચ્યા છે. અનીતાને જોયા બાદ લોકોને લાગ્યું કે અનીતા તો ખૂબ જ ઇમોશનલ છે.

તનીષા, કામ્યા કે કુશાલ જ રમશે સ્માર્ટ ગેમ

તનીષા, કામ્યા કે કુશાલ જ રમશે સ્માર્ટ ગેમ

તનીષા મુખર્જી, કામ્યા પંજાબી તથા કુશાલને જોતાં લોકોને લાગ્યું કે આ વર્ષે આ ત્રણ જ સ્માર્ટ ગેમ રમી શકશે. આમની પાસેથી જ લોકોને આશા છે. બાકીના તમામ તો બહુ બોરિંગ લાગે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X