• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bigg Boss 8 : મલ્લિકા-આલોક, કપિલ-કૃષ્ણા, પૂનમ-શર્લિનની જોડીઓ ‘ધમાલ’ મચાવી શકે...

|

મુંબઈ, 2 ઑગસ્ટ : બિગ બૉસ 8 આ મહીને શરૂ થવા જઈ રહ્યો છે અને કૉન્ટેસ્ટંટ્સની યાદી લગભગ નક્કી થઈ ગઈ છે. દરમિયાન, અહીં અમે ખુલાસો કરી રહ્યા છે એવા સેલિબ્રિટીઓની યાદી કે જેઓએ આ વિવાદાસ્પદ શોનો ભાગ બનવું જોઇએ અને તેઓ દર્શકોનું મૅક્સિમ એંટરટેનમેંટ કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

અહીં કેટલાક એવા નામો છે કે જેઓ નિશ્ચિતપણે આ શોના સ્પર્ધક નથી જ બનવાના, પણ આ શો માટે પરફેક્ટ એંટરટેનર્સ બની શકે છે. કપિલ શર્મા તથા કૃષ્ણા અભિષેક, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન, જ્હૉન અબ્રાહમ અને બિપાશા બાસુ, મલ્લિકા શેરાવત અને આલોક નાથ, શર્લિન ચોપરા અને પૂનમ પાન્ડે, શાઇની આહુજા અને અરણબ ગોસ્વામી, સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે તથા કરણ સિંહ ગ્રોવર અને જેનિફર વિંગેટ. આ સેલિબ્રિટીઓ જો બિગ બૉસ 8માં હોય, તો શો ચોક્કસ બિગ બની શકે છે.

સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાનાર બિગ બૉસ 8 માટે જેમને અપ્રોચ કરાયા છે, તેમના નામો સ્લાઇડરમાં આપવામાં આવ્યા છે. તેમાં ફનાહ એક્ટર કરણ કુન્દ્રા, રુસલાન મુમતાઝ, ઉતરન એક્ટ્રેસ રશ્મિ દેસાઈ તથા ટીના દત્તા, ગ્રાન્ડ મસ્તી એક્ટ્રેસ કરિશ્મા તન્ના, કુસુમ એક્ટ્રેસ નૌશીન અલી સરદાર, જી લે ઝરા એક્ટ્રેસ સંગીતા ઘોષ, એક્સ લવર્સ ગૌરવ ચોપરા તથા નારાયણી શાસ્ત્રી, સ્ટ્રગલિંગ એક્ટ્રેસ અમીષા પટેલ, હાલમાં સૌથી વધુ લોકપ્રિય એક્ટર આલોક નાથ તથા હૉટ-એન-હૅપ્પનિંગ એક્ટ્રેસ શર્લિન ચોપરા તથા સલમાનની કથિત ગર્લ ફ્રેન્ડ લુલિયા વૅન્ટુરનો સમાવેશ થાય છે.

ચાલો તસવીરો સાથે જોઇએ એવી સેલિબ્રિટી જોડીઓ કે જેમણે બિગ બૉસમાં ભાગ લેવો જોઇએ :

આ જોડીઓ હોય તો મજા પડી જાય

આ જોડીઓ હોય તો મજા પડી જાય

અહીં કેટલીક એવી જોડીઓ આપવામાં આવી છે કે જેઓ બિગ બૉસ 8માં ભાગ લઈ સાચે જ આ શોને બિગ બનાવી શકે છે.

કપિલ-કૃષ્ણા

કપિલ-કૃષ્ણા

કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેક સ્ટૅન્ડ-અપ કૉમેડિયન્સ છે. બંને એક-બીજાના સારા મિત્રો હોવાનો દાવો તો કરે છે, પણ હકીકતમાં બંને એક-બીજાને ક્રૉસ કરવાની કોશિશ કરતા હોય છે. જો બિગ બૉસ 8 માટે આ જોડી લૉક્ડ થઈ જાય, તો શો ઇંટરેસ્ટિંગ બની શકે છે.

મલ્લિકા-આલોક

મલ્લિકા-આલોક

મલ્લિકા શેરાવત અને આલોક નાથ બંને જુદા-જુદા વ્યક્તિત્વ ધરાવે છે અને તેઓ આ શો માટે મજબૂત વિકલ્પ બની શકે.

પૂનમ-શર્લિન

પૂનમ-શર્લિન

પૂનમ પાન્ડે અને શર્લિન ચોપરા બંને સરખા ટૅલેંટેડ છે. બંનેને બિગ બૉસમાં જોવું રસપ્રદ બની શકે.

શાઇની-અરનબ

શાઇની-અરનબ

બંને વચ્ચેની દલીલો શોને વધુ મનોરંજક બનાવી શકે તેમ છે. તેમાં યૂટ્યુબના વ્યુઅર્સની તો ગણતરી કરાઈ જ નથી.

કરણ-જેનિફર

કરણ-જેનિફર

આ સુંદર કપલ લાંબા સમયથી ઑન-સ્ક્રીન પર સાથે નથી દેખાયું. જો આ રીયલ લાઇફ જોડી બિગ બૉસમાં જોડાય, તો વાત બની જાય.

જ્હૉન-બિપાશા

જ્હૉન-બિપાશા

જ્હૉન અબ્રાહમ અને બિપાશા બાસુ ભૂતપૂર્વ પ્રેમીઓ છે. બંનેના રસ્તા આજે જુદા થઈ ગયા છે. જ્હૉન પ્રિયા રુંચાલના થઈ ચુક્યા છે, તો બિપાશા હરમન બાવેજાના થવાના છે. બંનેને નાના પડદે સાથે લાવવામાં આવે, તો શોની ટીઆરપીમાં જોરદાર ઉછાળો આવી શકે.

ઐશ-અભિ

ઐશ-અભિ

દેશમાં એવા હજારો લોકો છે કે જેઓ આ જોડીને પડદા ઉપર સાથે જોવા માંગે છે.

સુશાંત-અંકિતા

સુશાંત-અંકિતા

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે પણ રીયલ લાઇફ કપલ છે. આ કપલ બિગ બૉસમાં આવે, તો ગૉસિપ માટે મસાલો ઉભરાઈ શકે.

Bollywood Unseen જોવા નીચેની લિંક ક્લિક કરો

Bollywood Unseen જોવા નીચેની લિંક ક્લિક કરો

Bollywood Unseen : આવી તસવીરો ક્યારેય નહીં જોઈ હોય...

English summary
Bigg Boss 8 original contestant list is far away. Meanwhile, imagine these pairs in the house, Kapil Sharma and Krushna Abhishek, Shiney Ahuja and Arnab...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more