BAD News: બિગ બોસ ફિનાલેમાં સલ્લુના ફેન થશે નિરાશ
બિગ બોસ અને સલમાન ખાન ફેન્સને શોના ફિનાલેમાં નિરાશા થઇ શકે છે. બિગ બૉસની સાથે ભલે ગમે તેટલા નામ જોડાઇ જાય, પરંતુ સાચી વાત તો એ છે કે સલમાન ખાન શૉની જાન છે. કલર્સે ઘણી વખત સલમાનને શૉથી અલગ કરવાનું રિસ્ક લીધું, પરંતુ દરેક વખતે ચેનલને નિરાશા જ હાથ લાગી છે. નો સલમાન..નો ટીઆરપી.
બિગ બૉસ 8 ફિનાલેમાં પણ કંઇક એવું જ થવા જઇ રહ્યું છે. આપને જણાવી દઇએ કે શૉના ફિનાલેમાં હોસ્ટ સલમાન ખાનની હાજરી નહીં રહે. શૉના સૌથી વધારે વાર હોસ્ટ રહી ચૂકેલા સલમાન ખાન 31 જાન્યુઆરીના રોજ બિગ બોસ 8 ફિનાલેમાં ગાયબ રહેશે. જે ખૂબ જ નિરાશાજનક છે.
સલમાન ખાને શૉને પાંચ વર્ષ હોસ્ટ કર્યું છે. જ્યારે, બિગ બોસ 8 તેમને કોઇ કારણવશ અધવચ્ચે છોડવું પડી રહ્યું છે, કારણ કે શૉને વધું એક મહીનો લંબાવી દેવામાં આવ્યો, જોકે સલમાન ન્હોતા ઇચ્છતા કે એવું થાય. સમાચાર અનુસાર, સલમાને પોતાની ફિલ્મ બજરંગી ભાઇજાનની શૂટિંગ માટે શૉને બાય બાય કહી દીધું છે. અને તેમના સ્થાને શૉમાં આવી ગઇ છે ફરાહ ખાન.
બોલીવુડ પોર્ટલ બોલીવુડ લાઇફ અનુસાર, સલમાન હજી પણ બજરંગી ભાઇજાનની શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત છે. આ વ્યસ્તતામાં ફસાયેલા હોવાના કારણે બિગ બોસ ફિનાલેમાં સલમાન ખાનની ગેરહાજરી વર્તાશે. જોકે શોની નવી હોસ્ટ ફરાહ ખાન બિગ બોસને મનોરંજક બનાવી રાખવાનો સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે. પરંતુ સલમાનની ખોટને કોઇ પૂરી શકે તેમ નથી. જોકે સલમાનના ફેન્સમાં હજી પણ એ આશા છે કે સલમાન ખાન ફિનાલેમાં ચોક્કસ આવશે. હવે જોવું એ રહ્યું કે સલમાન ખાન તેમના ચાહકોને નિરાશ કરે છે કે ખુશ કરે છે.












Click it and Unblock the Notifications
