• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પડદો ઉંચકાયો : બિગ બૉસના 12 સ્પર્ધકો જાહેર, 3 નામો અંગે સસ્પેંસ...

|

મુંબઈ, 22 સપ્ટેમ્બર : લો મિત્રો, આખરે આપનો ઇંતેજાર પૂરો થઈ ગયો અને આપની સામે બિગ બૉસ 8ના તમામ સ્પર્ધકોના નામ ખુલી ગયાં છે. આ સાથે જ તેવા લોકોના મોઢે તાળુ વસાઈ ગયું છે કે જેઓ એમ કહેતા હતાં કે બિગ બૉસ 8માં સલમાનના એક્સ ગર્લફ્રેંડ સંગીતા બિજલાણી આવશે.

રવિવારે રાત્રે નવ વાગ્યે બિગ બૉસ સીઝન 8નો કલર્સ ચૅનલ ઉપર શાનદાર પ્રારંભ થયો અને દર વખતની જેમ સલમાન ખાને પાયલટ બની મહેફિલ લુંટી લીધી. આ વખતના બિગ બૉસમાં નથી ઘર કે નથી પૂલ, પણ એક વિમાન છે અને તેથી સલમાન ખાન પાયલૉટના ડ્રેસમાં દેખાઈ રહ્યાં હતાં.

બિગ બૉસ શોના પ્રીમિયરમાં સલમાને કિક ફિલ્મના ગીત પર ખૂબ ઠુમકા લગાવ્યાં. આ પ્રસંગે ગત વખતના કૉન્ટેસ્ટંટ એલી અવરમ તેમજ અરમાન કોહલી પણ નજરે પડ્યાં. શોના પ્રીમિયરમાં 12 લોકોના નામ બતાવાવવામાં આવ્યાં. હજી ત્રણ વધુ લોકો આવશે કે જેમના નામો અંગે સસ્પેંસ જળવાયેલું છે.

બિગ બૉસ 8માં ફૅશન, ટેલીવિઝન, બૉલીવુડ જગતની નામચીન હસ્તીઓનો સમાવેશ કરાયો છે. જોકે જે ફ્લાઇટ હાઉસ બનાવવામાં આવ્યું, તે સાચે જ ખૂબ જ ડર્ટી છે, પણ આમ છતાં દર વખતે બિગ બૉસ લોકોને આશ્ચર્યમાં મૂકે છે. તેથી આશા છે કે આ વખતનો શો પણ મજાનો રહેવાનો છે કે જેમાં સલમાન ખાન સૌની વાટ લગાવનાર છે.

ચાલો મળીએ બિગ બૉસ 8ના તમામ કૉન્ટેસ્ટંટોને :

નતાશા

નતાશા

નતાશાને લોકો સત્યાગ્રહ ફિલ્મમાં આયટમ સૉંગ કરતા જોઈ ચુક્યાં છે.

પ્રણીત ભટ્ટ

પ્રણીત ભટ્ટ

સ્ટાર પ્લસ પર પ્રસારિત મહાભારતમાં શકુનિ મામાનો રોલ કરનાર પ્રણીત ભટ્ટ બિગ બૉસ 8ના સ્પર્ધક છે.

સુકૃતિ કંડપાલ

સુકૃતિ કંડપાલ

સુકૃતિએ દિલ મિલ ગયે તથા પ્યાર કી એક કહાની જેવા ટીવી શોમાં લીડ રોલ પ્લે કર્યા હતાં.

ગૌતમ ગુલાટી

ગૌતમ ગુલાટી

ગૌતમને લોકો સ્ટાર પ્લસના શો દીયા ઔર બાતી હમમાં સૂરજના ભાઈ તરીકે ઓળખે છે.

સુશાંત દિગ્વીકર

સુશાંત દિગ્વીકર

સુશાંતે મિસ્ટર ગે ઇંડિયા 2014નો ખિતાબ જીત્યો હતો.

ડાઇંડ્રા સોરેસ

ડાઇંડ્રા સોરેસ

મૉડેલ તથા ફૅશન ડિઝાઇનર ડાઇંડ્રા પણ બિગ બૉસ 8નો ભાગ છે.

આર્ય બબ્બર

આર્ય બબ્બર

હિન્દી અને પંજાબી ફિલ્મોના હીરો આર્ય બબ્બર જાણીતા અભિનેતા તેમજ રાજકારણી રાજ બબ્બરના દીકરા પણ છે.

સોની સિંહ

સોની સિંહ

સરસ્વતીચંદ્ર શોમાં વિલનનો રોલ કરનાર સોની સિંહ પણ બિગ બૉસ 8માં દેખાશે.

ઉપેન પટેલ

ઉપેન પટેલ

36 ચાઇન ટાઉનના ખલનાયક ઉપેન પટેલ સલમાનના ભાભી મલાઇકા અરોરા ખાનના બહેન અમૃતા અરોરાના એક્સ પ્રેમી તરીકે જાણીતા છે.

સોનાલી રાઉત

સોનાલી રાઉત

અંગ પ્રદર્શન માટે બદનામ મૉડેલ સોનાલી રાઉત એક્સપોઝ ફિલ્મમાં હતાં.

કરિશ્મા તન્ના

કરિશ્મા તન્ના

ટીવી અભિનેત્રીમાંથી ગ્રાન્ડ મસ્તી ફૅમ બનેલા કરિશ્મા તન્ના બિગ બૉસ 8માં હૉટનેસ પાથરશે.

મિનીષા લાંબા

મિનીષા લાંબા

બચના ઐ હસીનો દ્વારા લોકપ્રિયતા હાસલ કરનાર મિનીષા લાંબાને ઓળખ સ્થાપિત કરવાની તક મળી છે.

સલમાન ખાન

સલમાન ખાન

બિગ બૉસ 8ના પ્રીમિયર દરમિયાન કિક ફિલ્મના હિટ સૉંગ હૅંગઓવર... ગીત પર ધમાલ-મસ્તી કરતાં હોસ્ટ સલમાન ખાન.

મળો કેબીસી 8ના પ્રથમ મહાકરોડપતિ ભાઇઓને

મળો કેબીસી 8ના પ્રથમ મહાકરોડપતિ ભાઇઓને

PICS : જાણો કેબીસી 8ના પ્રથમ મહાકરોડપતિ ભાઇઓને...

lok-sabha-home

English summary
Bigg Boss 8 is finally on air and the host of the controversial reality show, Salman Khan, introduced the 12 out of 15 contestants who will be living in the Bigg Boss house.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more