Bigg Boss 8 : ઉપેને કરિશ્માને કહ્યું - મુઝસે શાદી કરોગી?

મુંબઈ, 23 ડિસેમ્બર : બિગ બૉસ 8 શોમાં અત્યાર સુધી અનેક પ્રણય-કથાઓ ચર્ચામાં આવી ચુકી છે. ઉપેન-સોનાલી, ગૌતમ-સોનાલી, ગૌતમ-ડાયેંડ્રા અને અલી-ડિમ્પીની પ્રણય-કથાઓનો તેમાં સમાવેશ થાય છે, પરંતુ તેમાંની કોઈ પણ પ્રણય-કથા વધુ લાંબું ચાલી શકી નથી. હવે જ્યારે આ શો પોતાના અંતિમ તબક્કે પહોંચી ગયો છે, ત્યારે એક નવી પ્રેમ-કહાણી નજરે પડી રહી છે અને તે છે ઉપેન તથા કરિશ્માની. જોકે કરિશ્મા તન્ના ભલે તેને મજાકમાં ઉડાડવાની કોશિશ કરતા દેખાયાં, પરંતુ ઉપેનની વાતોમાં લોકોને સચ્ચાઈ નજરે પડે છે.

upen
બીજી બાજુ ડિમ્પી પણ ઉપેન-કરિશ્માના પ્રેમના ઇઝહાર દરમિયાન હાજર હતાં અને હસી-હસીને તેમણે કરિશ્મા તથા ઉપેનના આ પ્રેમ-પ્રસંગની ખૂબ મજા માણી હતી. કરિશ્માએ આ દરમિયાન જણાવ્યુ હતું કે તેમનો પહેલાથી જ કોઇક બૉયફ્રેન્ડ છે અને તેઓ તતેની સાથે ટુંકમાં જ લગ્ન કરવા જઈ રહ્યાં છે. ઉપેને પણ આ વાતનો જવાબ આપતા જણાવ્યુ હતું કે તેઓ પણ કોઇકને પ્રેમ કરે છે, પરંતુ તેઓ કરિશ્માને પણ પ્રેમ કરે છે.

દરમિયાન કરિશ્માએ ઉપેનની મજાક ઉડાવતા કહ્યું કે તેઓ તો ડિમ્પી સાથે ડેટ પર જવા માંગે છે, સોનાલીને પ્રેમ કરવા માંગે છે. આ અંગે ઉપેને જણાવ્યું કે પરંતુ તેઓ લગ્ન કરિસ્મા સાથે કરવા માંગે છે. ઉપેન આ ઉપરાંત પણ અનેક વાતોનો જુદો-જુદો મતલબ કાઢતા દેખાયાં. પોતાની અને કરિશ્માની મૈત્રીના અલગ-અલગ અર્થો જણાવતા દેખાયાં.

હવે જોવાનું એ છે કે સોમવારે શરૂ થયેલ કરિશ્મા તથા ઉપેનના એપિસોડને ક્યાં સુધી ખેંચવામાં આવે છે. શું શોમાં જળવાઈ રહેવા માટે ઉપેને આ નવો કારસો રચ્યો છે? તે તો સમય જ બતાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X