જસલીન સાથે પોતાના સંબંધ અંગે અનુપ જલોટાએ મોટો ખુલાસો કર્યો
બિગ બોસ સીઝન 12 દરમિયાન અનુપ જલોટા અને જસલીન મથારુ જોડી વિશે ખુબ ચર્ચા થઇ છે.
બિગ બોસ સીઝન 12 દરમિયાન અનુપ જલોટા અને જસલીન મથારુ જોડી વિશે ખુબ ચર્ચા થઇ છે. એક કપલ તરીકે શૉથી બહાર થયેલા અનુપ અને જસલીન વચ્ચે 37 વર્ષનું અંતર ઘણું સમાચારોમાં રહ્યું. જ્યાં એક તરફ જસલીન શૉમાં એકલી છે તો બીજી બાજુ અનુપ જલોટા શૉથી બહાર આવી ચુક્યા છે. ઘરથી બહાર આવ્યા પછી તેમને ઘણા ખુલાસા પણ કર્યા છે. ઘરમાં જ્યાં એક તરફ અનુપ જલોટા અને જસલીન મથારુ વચ્ચે કંઈક અલગ જ સંબંધ જોવા મળી રહ્યો હતો, પરંતુ ઘરની બહાર આવ્યા પછી અનુપ જલોટાએ જસલીનને પોતાની દીકરી જેવી ગણાવી.
આ પણ વાંચો: Bigg Boss 12: અનુપ જલોટાનો ખુલાસો, જસલીન ગર્લફ્રેન્ડ નથી, આ બધુ બિગ બોસનું પ્લાનિંગ!

જસલીન સાથે પિતા સમાન સંબંધ
બિગ બોસ ઘરથી બહાર આવેલા ભજન સમ્રાટ અનુપ જલોટા ઘ્વારા પોતાના અને જસલીનના સંબંધ વિશે ઘણા ખુલાસા કર્યા છે. અનુપ જલોટાએ આપકી અદાલતમાં કહ્યું કે જસલીન સાથે તેનો સંબંધ પિતા સમાન છે. તેમને કહ્યું કે બિગ બોસ ઘરમાં જે પણ થયું તે બધું જ સ્ક્રિપ્ટેડ હતું. અનુપ જલોટાએ કહ્યું કે જસલીન છેલ્લા ત્રણ વર્ષથી તેમની પાસે સંગીત શીખી રહી છે. જયારે ઓડિશન શરુ થયું ત્યારે જસલીને મારા જોડીદાર બનવા માટે ઈચ્છા વ્યક્ત કરી. અનુપ જલોટાએ આગળ કહ્યું કે પહેલા તો તેમને શૉ માટે ના પાડી હતી પરંતુ આખરે તેઓ માની ગયા.

બિગ બોસને કારણે અનુપ જલોટાને થયું નુકશાન?
અનુપ જલોટાએ કહ્યું કે જયારે શૉમાં જસલીને તેમને પોતાના પ્રેમી ગણાવ્યા ત્યારે તેઓ પણ હેરાન થઇ ગયા હતા. એટલું જ નહીં પરંતુ અનુપ જલોટાએ કહ્યું કે બિગ બોસના ઘરમાં જવા માટે તેમને ઘણું આર્થિક નુકશાન પણ ઉઠાવવું પડ્યું છે. બિગ બોસના ઘરમાં જવા માટે તેમને પોતાના ઘણા પ્રોગ્રામ કેન્સલ કરવા પડ્યા, જેને કારણે તેમને આર્થિક નુકશાન પણ થયું.

અનુપ જલોટાની વાતોથી હેરાન જસલીન
જ્યાં એક તરફ અનુપ જલોટા ઘરની બહાર નીકળીને આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે. ત્યાં બીજી બાજુ ઘરની અંદર આ વાતો સાંભળીને જસલીન હેરાન છે. હાલમાં જ હિના ખાન બિગ બોસના ઘરમાં પહોંચી હતી તેમને ઘરમાં જઈને જસલિનને જણાવ્યું કે અનુપ જલોટા ઘરની બહાર આવી વાતો કરી રહ્યા છે. હિના ખાનની વાતો સાંભળીને જસલિનના ચહેરાનો રંગ ઉડી ગયો. તેને કહ્યું કે તેઓ બંને સાથે ડેટ પર પણ ગયા હતા અને તેમને તેને કિસ પણ કરી હતી. તો આ કેવો ગુરુ-શિષ્યનો સંબંધ?












Click it and Unblock the Notifications
