બિગ બોસ 10: મનુને મોનાલીસાએ કરી કિસ.. ઓમજીને આવ્યો ગુસ્સો

Subscribe to Oneindia News

બિગ બોસ 10 આગળની બધી સીઝન કરતા વધુ રસપ્રદ છે જેમાં રોજેરોજ દર્શકોને કંઇક ચટપટુ જોવા મળે છે. તો ચાલો ફરી એક વાર અમે તમારા માટે લઇને આવ્યા છે બિગ બોસની ચટપટી અપડેટ.

bb 1


હાલમાં સેલેબ્સ અને ઇંડિયાવાળા વચ્ચે ચાલી રહ્યુ છે લક્ઝરી ટાસ્ક. બિગ બોસના ઘરમાં સવારની શરુઆત નાચગાન અને એક ટાસ્કથી થઇ જે ટાસ્ક સેલેબ્સને મળ્યુ હતુ. વાસ્તવમાં, બિગ બોસે આપેલા રાજારંક ડ્રામા પહેલા મનુ અને નીતિભા વચ્ચે તીખી ચર્ચા થઇ. જેમાં મનવીર પણ જોડાયો. ત્યારબાદ રાજા રંક ટાસ્ક માટે આપેલા કપડા પહેરી બધા તૈયાર થયા.

bb 2


આ તરફ બિગ બોસના ઘરમાં મોનાલીસા અને મનુ પંજાબી તેમની મિત્રતાને લઇને ઘરવાળા વચ્ચે ચર્ચાનો વિષય બન્યા. પછી શરુ થયુ ટાસ્ક જે સેલેબ્સને સોંપવામાં આવ્યુ હતુ. જો કે આ ટાસ્કમાં સેલેબ્સની ટીમ તરફથી રાહુલ ઓમજીને પોતાના કપડા પહેરાવવામાં અસફળ રહ્યો તો આ ટાસ્કમાં લોપા મનવીરને ફળ ખવડાવવામાં સફળ રહી. સિક્રેટ ટાસ્ક હેઠળ મોનાલીસા મનુના ગાલ પર કિસ કરતી નજરે પડી.


સાથે જ ઘરમાં બિગ બોસ દ્વારા આપેલા ટાસ્ક દરમિયાન સેલેબ્રિટી અને ઘરવાળા વચ્ચે હેલ્ધી વાતાવરણ જોવા મળ્યુ. જો કે બાદમાં લોકેશ અને સ્વામી ઓમજી વચ્ચે તૂ તૂ મે મે પણ થઇ. ત્યાબાદ લોકેશે સ્વામી ઓમજીની અસલિયત ઘરવાળાને કહી દીધી. આ તરફ ગૌરવ ઇચ્છતો હતો કે સેલેબ્સ ચૂપચાપ બિગ બોસના સિક્રેટ ટાસ્ક પ્રમાણે ઇંડિયાવાળાથી કામ કરાવતા રહે. પરંતુ ત્યારે જ લોપા અને મનુ પંજાબી વચ્ચે જોરદાર ચર્ચા જામી.

English summary
Bigg Boss introduces the luxury budget task – a costume drama titled Raja aur Rank. on the otherhand, bigg boss gave Gaurav a secret task.
Please Wait while comments are loading...