• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિગ બૉસ ઓટીટીઃ સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલની ઘરમાં થશે જબરદસ્ત એન્ટ્રી, જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ દુનિયાભરમાં સિદ્ધાર્થ શુક્લા અને શહેનાજ ગિલને કોઈ પરિચયની જરૂર નથી. તેમની સિઝલિંગ કેમેસ્ટ્રી અને નિસ્વાર્થ દોસ્તી શહેરમાં ત્યારથી ચર્ચામાં છે જ્યારથી તે એકસાથે આવ્યા છે. ફેન્સ હંમેશા તેમને એકસાથે સ્ક્રીન પર જોવા માટે રાહ જુએ છે. પોતાની ફિલ્મ 'સિલસિલા સિડનાઝ કા'ના લૉન્ચ બાદ રોમેન્ટીક જોડી વૂટ પર ઘરમાં પ્રવેશ કરશે. પાવર કપલ વીકેન્ડ પર ઘરમાં પ્રવેશ કરશે અને સાથે જ મજાકિયા હોસ્ટ કરણ જોહર સાથે એક ટૂંકી વાતચીત પણ કરશે. જોડીના એક નજીકના સૂત્રએ કહ્યુ કે આ રોમેન્ટીક જોડીને વિશે, રીતે નવા પ્રારુપ અને થીમ સાથે બિગબૉસ ઓટીટીમાં પ્રવેશ કરતી જોવી ખૂબ રસપ્રદ રહેશે - જોડાયેલા રહો.

સિડનાઝને ફરીથી બિગ બૉસમાં જોવા બનશે રોમાંચક

સિડનાઝને ફરીથી બિગ બૉસમાં જોવા બનશે રોમાંચક

સિડનાઝે આ ઘરની અંદર એક સારો સંબંધ બનાવી લીધો અને ઘરમાં અન્ય પ્રતિસ્પર્ધીઓ અને જોડી સાથે તેમની વાતચીતને જોવી રોમાંચક રહેશે. આ સપ્તાહનો અંત ચોક્કસપણ અદભૂત રહેશે. સિડનાઝ બિગ બૉસ ઓટીટી હાઉસમાં કેમ એન્ટ્રી કરી રહ્યા છે તે પ્રતિસ્પર્ધી છે કે લવ ગુરુ? ખરેખર આપણે ચોક્કસપણે તેમને એક વાર ફરીથી એક સાથે જોવા માટે રાહ નથી જોઈ શકતા. અનફિલ્ટર્ડ ડ્રામા લાઈવને વૂટ એપ પર અને સોમવારથી શનિવાર સાંજે 7 વાગે અને રવિવાર 8 વાગે જુઓ.

બિગ બૉસમાં થઈ મુલાકાત

બિગ બૉસમાં થઈ મુલાકાત

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલની મુલાકાત બિગ બૉસ સિઝન 13માં થઈ. આ સિઝનમાં સિદ્ધાર્થ અને શહેનાઝની દોસ્તી બધાને હંમેશા દોસ્તીથી વધુ જ લાગી. વળી, ફેન્સને આ જોડી ખૂબ જ ગમવા લાગી. તેમની નોંકઝોંકથી લઈને પ્રેમ સુધી બધુ ફેન્સને ગમતુ હતુ. આ સિઝન દરમિયાન સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલને ફેન્સે એક કપલ માની લીધુ અને તેમની જોડીનુ નામ પડી ગયુ સિડનાઝ.

શહેનાઝે કર્યો પ્રેમનો ઈઝહાર

શહેનાજ ગિલે બિગ બૉસ દરમિયાન જ પોતાના પ્રેમનો ઈઝહાર કરીને બતાવ્યુ હતુ કે તે સિદ્ધાર્થને ખૂબ જ પ્રેમ કરે છે. જો કે શહેનાઝ એ વખતે માત્ર 24 વર્ષની હતી. બિગ બૉસના ઘરમાંથી બહાર નીકળ્યા બાદ સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ ઘણી વાર સાથે દેખાવા લાગ્યા. વળી, તેમની પાસે પ્રોજેક્ટસની પણ ભરમાર થઈ ગઈ.

English summary
Bigg Boss OTT: Sidharth - Shehnaaz entry in Big Boss House, watch Video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X