સંગ્રામને મળ્યું પાયલનું લવ મૅસેજ : જુઓ તસવીરો

લોનાવાલા, 9 નવેમ્બર : બિગ બૉસ 7ના ઘરના સભ્યો માટે ગઈકાલ એટલે કે 8મી નવમ્બરનો દિવસ ખૂબ જ ખુશખુશાલ અને ઉત્સુકતાભર્યો રહ્યો, કારણ કે ગઈકાલના દિવસે જ ઘરના સભ્યોને તેમના ઘર તરફથી એક-એક પ્રેમભર્યો મૅસેજ મળ્યો. ઍન્ડી, અરમાન, સંગ્રામ સિંહ જેવા કેટલાંક સ્પર્ધકોને પોત-પોતાના ઘર તરફથી એક મૅસેજ મળ્યો. કેટલાકને વીડિયો મૅસેજ, તો કોઈને વૉઇસ મૅસેજ. આ મૅસેજ ભલે ઘરના કેટલાંક ચુનંદા સભ્યોને જ મળ્યો હોય, પણ ઘરના તમામ સભ્યોની આંખો છલકાઈ ગઈ. સૌને પોત-પોતાના ઘર તથા પરિવારજનોની યાદ આવી ગઈ.

બિગ બૉસમાં અત્યાર સુધી ગૌહરને તેમના માતાને મળવાની અને તેમની સાથે લંચ કરવાની તક અપાઈ. આ ઉપરાંત અત્યાર સુધી કોઈને તેમના ઘરના લોકો સાથે વાત કરવાની કે અવાજ સાંભળવાની તક નથી મળી. હવે વી ચૅટ વડે બિગ બૉસ 7ના કેટલાક સ્પર્ધકોને તેમના પરિવારજનો તરફથી વીડિયો ચૅટ તથા ઑડિયો ચૅટ સાંભળવાની તક મળી. બિગ બૉસના ઘરમાં આજકાલ એમ પણ લડાઇઓ અને ઝગડાઓનો સિલસિલો વધતો જાય છે.

જેમ-જેમ બિગ બૉસ 7 પોતાના અંત તરફ વધી રહ્યો છે, તેમ-તેમ ઘરના સભ્યોને તેમના ઘરની યાદો પણ સતાવવા લાગી છે. તાજેતરમાં જ દિવાળી જેવા મોટા તહેવારે પોતાના ઘરના લોકોની ઉણપ તમામ સ્પર્ધકોએ અનુભવી, પણ દિવાળીના થોડાક જ દિવસ બાદ ઘરના લોકોનો અવાજ સાંભળી અને તેમને જોઈ સૌ સ્પર્ધકો બહુ ખુશ થયાં.

આવો તસવીરો સાથે જોઇએ કોને-કોને મૅસેજિસ આવ્યાં :

ઍન્ડીના પરિજનોએ ગાયું ગીત

ઍન્ડીના પરિજનોએ ગાયું ગીત

સૌપ્રથમ ઍન્ડીના ઘરના લોકોનો એક વીડિયો મૅસેજ ટીવી પર આવ્યો. આ મૅસેજમાં ઍન્ડીના ઘરના લોકોએ ઍન્ડી માટે આલૂ બડે કરારે... ગીત ગાયું અને સાથે જ ઍન્ડીને ઘરના સભ્યોના તમામ ખબર પણ આપ્યાં.

ઍન્ડી ઉપર ગર્વ

ઍન્ડી ઉપર ગર્વ

ઍન્ડીના ઘરવાળાઓએ જમાવ્યું કે ઍન્ડી સૌને ખૂબ હસાવી રહ્યાં છે. તેઓ બહુ એંટરટેન કરે છે. તેમના ઘરના લોકોને ઍન્ડી પર ગર્વ છે.

ઍન્ડીની આંખોમાં આંસુ

ઍન્ડીની આંખોમાં આંસુ

પોતાના પરિવારનો મૅસેજ જોઈ ઍન્ડીની આંખોમાં આંસુ આવી ગયાં. મૅસેજ જોયા બાદ ઍન્ડી ચુપચાપ ઉઠીને બહાર ચાલ્યા ગયાં. બહાર જઈ ઍન્ડી ઘણી વાર સુધી રડતા રહ્યાં.

ઍન્ડીને ભેંટ્યાં

ઍન્ડીને ભેંટ્યાં

ઍન્ડીને આ રીતે રડતાં જોઈ ઘરના લોકોએ બહાર જાઈ ઍન્ડીને ગળે લગાડ્યાં. ગૌહર, તનીષા, એલી સૌએ ઍન્ડીને ભેંટી ચુપ કરાવ્યાં અને સાથે જ જણાવ્યું કે તેમના ઘરના લોકોને તેમની ઉપર ગર્વ છે.

સંગ્રામની ગર્લફ્રેન્ડ પાયલનો મૅસેજ

સંગ્રામની ગર્લફ્રેન્ડ પાયલનો મૅસેજ

ઍન્ડી બાદ સંગ્રામ માટે તેમની ગર્લફ્રેન્ડ પાયલનો પણ મૅસેજ આવ્યો. પાયલે જણાવ્યું - હું સંગ્રામને બહુ પ્રેમ કરુ છું. સંગ્રામને ખૂબ-કૂબ પ્યાર આપ્યો અને સાથે જણાવ્યું કે બિગ બૉસના તમામ સભ્યોને તેઓ પસંદ કરે છે.

સંગ્રામ જેવા છે તેવા જ રહે

સંગ્રામ જેવા છે તેવા જ રહે

પાયલે સંગ્રામને જણાવ્યું કે તેઓ જેવા અત્યાર સુધી ઘરમાં છે, તેવા જ આગળ પણ રહે. પાયલે સંગ્રામને બેસ્ટ ઑફ લક કહ્યું અને સાથે જ ઘરના તમામ સભ્યોને હાય કહ્યું.

સંગ્રામ દુઃખી ન થાય

સંગ્રામ દુઃખી ન થાય

પાયલનો મૅસેજ પામી સંગ્રામ બહુ ઇમોશનલ થઈ ગયાં. એઝાઝે સંગ્રામને જણાવ્યું કે પાયલે એમ કહ્યું છે કે તેઓ શોમાં અત્યાર સુધી જેવા છે, તેવા જ આગળ પણ રહે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે સંગ્રામ બિલ્કુલ દુઃખી ન થાય.

કામ્યાની દીકરીનો વીડિયો

કામ્યાની દીકરીનો વીડિયો

કામ્યાની દીકરીનો વીડિયો પણ બતાવાયો કે જેમાં તે સ્કૂલની એક કવિતા ગાઈ રહી છે. આ વીડિયો તેના પપ્પા અને કામ્યાના પતિએ રેકૉર્ડ કર્યો હતો.

પપ્પાનો ચહેરો પણ બતાવો

પપ્પાનો ચહેરો પણ બતાવો

કામ્યાએ જ્યારે આ વીડિયો જોયો અને તેમને ખબર પડી કે આ વીડિયો તેમના પતિએ રેકૉર્ડ કર્યો છે, તો તેમણે જણાવ્યું કે અરે પપ્પાનો ચહેરો પણ બતાવ્યો હોત તો.

અરમાનના માતાનો મૅસેજ

અરમાનના માતાનો મૅસેજ

તે પછી અરમાન કોહલીના માતાનો ઑડિયો મૅસેજ આવ્યો. અરમાનના માતાએ જણાવ્યું કે અરમાને કાયમ હસતા-ગાતા રહેવું જોઇએ. તેઓ એવા જ બહુ સારા લાગે છે.

અરમાનની આંખે આંસુ

અરમાનની આંખે આંસુ

પોતાના માતાનો અવાજ સાંભળી અરમાનની આંખો છલકાઈ ગઈ. તેમને માતાની યાદ આવી ગઈ.

સંગ્રામનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ

સંગ્રામનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ

શોનો આરંભ થયો સંગ્રામના લાઇ ડિટેક્ટર ટેસ્ટ સાથે. બિગ બૉસે સંગ્રામને કન્ફેશન રૂમમાં બોલાવ્યાં અને જણાવ્યું કે તેઓ કેટલાક સવાલ તેમને કરશે અને તેના જવાબ સંગ્રામે હા કે નામાં આપવાના રહેશે. સંગ્રામ સાચુ કહે છે કે ખોટુ, તેનો નિર્ણય લાઈ ડિટેક્ટર ટેસ્ટ મશીન કરશે.

પ્રત્યુષા થયા સંગ્રામથી નારાજ

પ્રત્યુષા થયા સંગ્રામથી નારાજ

સંગ્રામે અંદર જણાવ્યું કે પ્રત્યુષા કામ્યાની હામાં હા કરે છે. પ્રત્યુષા એટલા સારા નથી અને કામ્યા બહુ સારા છે.

બિગ બૉસે ક્યાં ફસાવ્યા

બિગ બૉસે ક્યાં ફસાવ્યા

બહાર આવ્યા બાદ સંગ્રામને ખબર પડી કે કોઈ લાઈ ડિટેક્ટર મશીન નહોતી અને તેમના સવાલોના જવાબ સાચા કે ખોટા છે, તે ઘરના સભ્યો ડિસાઇડ કરતા હચાં. તેથી સંગ્રામે જણાવ્યુ - કહાં ફંસા દિયા બિગ બૉસ.

સંગ્રામ-ગૌહરનો ઝગડો

સંગ્રામ-ગૌહરનો ઝગડો

સંગ્રામે કન્ફેશન રૂમમાં જણાવ્યું કે ગૌહરે બિગ બૉસમાં પરત નહીં આવવુ જોઇતુ હતું. તેથી ગૌહર અને સંગ્રામ વચ્ચે ઝગડો થઈ ગયો.

કોણ જશે બહાર

કોણ જશે બહાર

આજે બિગ બૉસના ઘરેથી સંગ્રામ, એઝાઝ, કૅન્ડી બ્રાર તથા સોફિયામાંથી કોઈ એક બહાર થઈ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X