બિગ બૉસ 7માં ગૌહરને પાઠ ભણાવશે કૅન્ડી-એજાઝ!
લોનાવાલા, 26 ઑક્ટોબર : બિગ બૉસમાં ધીમે-ધીમે લડાઈ-ઝગડાની સંખ્યા અને તેનું ગાંભીર્ય વધતુ જાય છે. સાથે જ બિગ બૉસ 7માં જોડીઓ વચ્ચે પ્રેમ-મહોબ્બત તથા ઇશ્કું ઉંડાણ પણ વધતુ જાય છે, પરંતુ હવે આ ઝગડા તથા સાથે જ આ પ્રેમની રામાયણ ઉપર થોડુક અંકુશ લાવવા માટે બિગ બૉસે કંઈક નવુ પ્લાન બનાવ્યું છે. તેમના પ્લા મુજબ બિગ બૉસના ઘરની સૌથી ક્લોઝ જોડી એટલે કે ગૌહર અને કુશાલના પ્રેમ ઉપર નિયંત્રણ લાવવા માટે તેમણે કુશાલની એક્સ ગર્લફ્રેન્ડ કૅન્ડી બ્રાર તેમજ એક્ટર એજાઝને અંદર મોકલ્યાં છે.

કૅન્ડી અંગે અગાઉ પણ ઘરમાં ઘણી વાતો થઈ ચુકી છે. ભલે તેમને કુશાલ-ગૌહર સામે કોઈ પ્રોબ્લેમ ન હોય, પણ કુશાલ તથા ગૌહર વચ્ચે અગાઉ પણ એક વાર કૅન્ડીને લઈને ઝગડો થઈ ચુક્યો છે. કુશાલ એક વાર કૅન્ડી અંગે વિચારતા હતાં કે તેમને પોતાના રિલેશનશિપની કોઈ જૂની વાત યાદ આવી ગઈ હતી અને તેથી જ તેઓ થોડાક ગુમસુમ હતાં. ગૌહરને જ્યારે આ વાતની જાણ થઈ, તો તેઓ થોડાક બેચેન થઈ ગયાં અને કુશાલ સાતે અબોલા લઈ લીધાં. હવે જ્યારે કૅન્ડી ઘરની અંદર હશે, ત્યારે કુશાલ તથા ગૌહરના સંબંધ ઉપર શી અસર પડશે, તે તો બિગ બૉસના આગામી એપિસોડ્સમાં જ ખબર પડશે.
કૅન્ડી બ્રાર તથા એજાઝને હાલ બિગ બૉસના કારવાંમાં શિફ્ટ કરાયાં છે. ત્યાં બંને રહીને થોડોક સમય બિગ બૉસના ઘરમાં થતી તમામ વાતોને ફૉલો કરશે તથા તે પછી બિગ બૉસના ઘરનો જાયજો લીધા બાદ ઘરની અંદર આવશે. જોકે શક્ય છે કે ગઈકાલે ઘરમાંથી હાંકી કઢાયેલા આસિફ પણ કારવામાં એજાઝ અને કૅન્ડીનો સાથ આપે. હાલ તો બિગ બૉસના ઘરનું વાતાવરણ કાં તો બહુ બગડવાનો છે, કાં તો પછી વાતાવરણમાં થોડીક શાંતિ આવવાની છે.












Click it and Unblock the Notifications
