‘સસુરાલ સિમર કા' ફેમ ચાઈલ્ડ એક્ટર શિવલેખ સિંહનું માર્ગ અકસ્માતમાં નિધન

એક દુઃખદ સમાચાર ટીવી જગતમાંથી છે. ‘સસુરાલ સિમર કા' શોથી લોકપ્રિય બનેલા 14 વર્ષના ચાઈલ્ડ આર્ટિસ્ટ શિવલેખ સિંહનું માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયુ છે.

એક દુઃખદ સમાચાર ટીવી જગતમાંથી છે. 'સસુરાલ સિમર કા' શોથી લોકપ્રિય બનેલા 14 વર્ષના ચાઈલ્ડ આર્ટિસ્ટ શિવલેખ સિંહનું માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયુ છે. આ દૂર્ઘટના ત્યારે થઈ જ્યારે ગુરુવારે છત્તીસગઢના રાયપુરના બહારના વિસ્તારમાં તેમની કાર એક ટ્રક સાથે ટકરાઈ ગઈ, કારમાં શિવલેખ સાથે તેમના માતાપિતા અને એક ત્રીજો વ્યક્તિ પણ હાજર હતો જેમાં શિવલેખે ઘટના સ્થળે જ દમ તોડી દીધો.

14 વર્ષના ચાઈલ્ડ એક્ટરનું માર્ગ અકસ્માતમાં મોત

14 વર્ષના ચાઈલ્ડ એક્ટરનું માર્ગ અકસ્માતમાં મોત

આ વિશે જાણકારી આપતા રાયપુરના પોલિસ અધિકારી આરિફ શેખે મીડિયાને જણાવ્યુ કે આ દૂર્ઘટના ગુરુવારે બપોરે 3 વાગે ધારસિવા વિસ્તાર પાસે થઈ, કાર-ટ્રકની ટક્કરની બાદ શિવલેખનું ઘટના સ્થળે જ મોત થઈ ગુય. તેના માતા લેખના અને પિતા શિવેન્દ્ર સિંહ અને ત્રીજા વ્યક્તિ નવીન સિંહ ઘાયલ છે જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

શિવલેખની માતાની હાલત નાજુક

શિવલેખની માતાની હાલત નાજુક

પોલિસે કહ્યુ કે શિવલેખની માની હાલત નાજુક છે. પોલિસે જણાવ્યુ કે માની હાલત નાજુક છે. પોલિસે જણાવ્યુ કે આ બધા લોકો બિલાસપુરથી રાયપુર જઈ રહ્યા હતા. બિલાસપુરમાં શિવલેખ સિંહે મીડિયાને એક નાનો ઈન્ટરવ્યુ પણ આપ્યો હતો.

શોકમાં ડૂબ્યુ ટીવી જગત

શોકમાં ડૂબ્યુ ટીવી જગત

તમને જણાવી દઈએ કે મૂળ રીતે છત્તીસગઢ નિવાસી શિવલેખ પોતાના માતાપિતા સાથે છેલ્લા 10 વર્ષોથી મુંબઈમાં રહેતો હતો. શિવલેખે ઘણી હિંદી સીરિયલ્સમાં કામ કર્યુ હતુ. આમાં સંકટમોચન હનુમાન, બાલવીર અને સસુરાલ સિમર કા શામેલ છે. શિવલેખ રિયાલિટી શોઝનો પણ હિસ્સો રહ્યો હતો અને તે ટીવી જગતના ચર્ચિત ચહેરાઓમાંથી એક હતા. તેમના જવાથી આખુ ટીવી જગત શોકમાં ડૂબી ગયો છે. ઘણા સ્ટાર્સે તેના મોત પર દુઃખ પ્રગટ કર્યુ છે અને ઉપરવાળાને તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X