4 મહિનાથી લાપતા છે કોમેડિયન સિદ્ધાર્થ સાગર, માંગી મદદ

Posted By:
Subscribe to Oneindia News

સોની ટીવી ના ફેમસ કોમેડી શૉ "ધ કપિલ શર્મા શૉ" માં નજર આવી ચૂકેલા કોમેડિયન સિદ્ધાર્થ સાગર છેલ્લા 4 મહિનાથી લાપતા છે. એટલું જ નહીં પરંતુ છેલ્લા 4 મહિનાથી તેમના પરિવાર વિશે પણ કોઈ જ ખબર નથી. આ વાતનો ખુલાસો સિદ્ધાર્થ સાગર ની મિત્ર સોમી સક્સેના ઘ્વારા સોશ્યિલ મીડિયા પોસ્ટ પર કરવામાં આવ્યો.

સોમી સક્સેના ઘ્વારા પોસ્ટ લખવામાં આવી

સોમી સક્સેના ઘ્વારા પોસ્ટ લખવામાં આવી

સોમી સક્સેના ઘ્વારા 28 માર્ચે પોતાની પોસ્ટમાં લખવામાં આવ્યું કે સિદ્ધાર્થ સાગર ઉર્ફ સેલ્ફી મોસી ઉર્ફ નસીર છેલ્લા 4 મહિનાથી લાપતા છે. તેમને છેલ્લે 18 નવેમ્બર 2017 દરમિયાન જોવામાં આવ્યા હતા. કોઈ નથી જાણતું કે તેઓ ક્યાં છે. તેઓ મારા ખુબ જ સારા મિત્ર છે. તેમને શોધવા માટે મદદ કરો.

સોમી એ પોસ્ટ ડીલીટ કરી

સોમી એ પોસ્ટ ડીલીટ કરી

સોમી સક્સેના ઘ્વારા આ પોસ્ટ પછી ડીલીટ પણ કરી દેવામાં આવી હતી. તેમને આવું કેમ કર્યું તે કોઈની પણ સમજમાં આવ્યું નથી.

સિદ્ધાર્થ અને તેના માતાપિતા વચ્ચે સંબંધ સારા નથી

સિદ્ધાર્થ અને તેના માતાપિતા વચ્ચે સંબંધ સારા નથી

એવી પણ ખબર આવી રહી છે કે સિદ્ધાર્થ અને તેના માતાપિતા વચ્ચે સંબંધ સારા નથી અને તેમના ગાયબ થવાનું કારણ તેમના વચ્ચે મતભેદ હોઈ શકે છે. હાલમાં સિદ્ધાર્થ સાગર અને તેના માતાપિતા વિશે કોઈ જ ખબર મળી નથી.

સેલ્ફી મોસી અને નસીર નામથી ફેમસ

સેલ્ફી મોસી અને નસીર નામથી ફેમસ

સિદ્ધાર્થ સાગર સેલ્ફી મોસી અને નસીર નામથી લોકપ્રિય છે સિદ્ધાર્થ કોમેડી સર્કસ, કોમેડી સર્કસ - ચિન્કપોકલી ટુ ચાઈના, છોટે મિયાં બડે મિયાં, લાફ્ટર કે ઝટકે અને કેમેડી સર્કસ કે અજુબે જેવા શૉમાં નજર આવી ચુક્યા છે.

English summary
Comedian siddharth sagar missing four months parents untraceable too

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.