Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કપિલ શર્માની એક્સ-ગર્લફ્રેન્ડ પ્રીતિને મળી કપિલથી દૂર રહેવાની ધમકી...

કપિલનો એક ફેન પ્રીતિને કપિલના જીવનથી દૂર રહેવાની ધમકી આપી રહ્યો છે.

હજુ થોડા મહિના પહેલા જેને કોમેડી કિંગના નામથી નવાઝવામાં આવતો હતો, દોલત-શોહરતમાં જેના પગમાં આળોટતી હતી તે આજે ગુમનામીની જિંદગી જીવવા પર મજબૂર છે. કારણ છે તેની એક્સ પ્રેમિકા, જેણે કદાચ તેને બરબાદ કરવાના સોગંદ લીધા હતા. તમે સમજી જ ગયા હશો કે અમે કોની વાત કરી રહ્યા છે. હા, વાત થઈ રહી છે કોમેડીના બાદશાહ કહેવાતા કપિલ શર્માની, જે હાલમાં લાઈમ લાઈટથી કોસો દૂર પોતાની તથાકથિત બિમારીનો ઈલાજ કરાવી રહ્યા છે.

કપિલ શર્માની એક્સ ગર્લફ્રેન્ડને મળી ધમકી

કપિલ શર્માની એક્સ ગર્લફ્રેન્ડને મળી ધમકી

કપિલના વાયરલ ફોટાથી તેના ચાહકો ઘણા નિરાશ થયા છે અને આના કારણે જ તેના ફેન્સ એવી હરકતો પણ કરી રહ્યા છે જે તેમણે ના કરવી જોઈએ. વાસ્તવમાં કપિલ શર્માએ થોડા સમય પહેલા પોતાની એક્સ ગર્લફ્રેન્ડ અને મેનેજર પ્રિતી સિમોસ, તેની બહેન નીતિ સિમોસ અને પત્રકાર વિક્કી લાલવાણી સામે 25 લાખ રૂપિયા વસૂલવાનો કેસ ફાઈલ કરાવ્યો હતો. કપિલે આરોપ લગાવ્યો હતો કે પ્રીતિ-નીતિ બંનેએ તેની સાથે છેતરપિંડી કરી છે અને તેની છબી ખરાબ કરવાની કોશિશ કરી છે, બંનેએ તેના બિઝનેસને ચોપટ કરી દીધો છે, જેમાં તેનો સાથ આપ્યો છે પત્રકાર વિક્કી લાલવાણીએ, જેની વેબસાઈટે કપિલની સામે મન ફાવે તેમ છાપીને તેની ઈમેજ ફિલ્મી સિતારાઓની નજરમાં ખરાબ કરી દીધી છે.

કપિલના ફેને પ્રીતિને આપી ધમકી..

કપિલના ફેને પ્રીતિને આપી ધમકી..

આ આરોપો પર પ્રતિક્રિયા આપતા પ્રીતિએ આને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી અને હવે પ્રીતિએ પોતાના સોશિયલ હેન્ડલ પર કપિલના એક ફેન પર ધમકીભર્યા મેસેજ મોકલવાનો આરોપ લગાવતા સ્ક્રીનશોટ્સ શેર કર્યા છે. આ પોસ્ટમાં કપિલનો એક ફેન પ્રીતિને કપિલના જીવનથી દૂર રહેવાની ધમકી આપી રહ્યો છે.

અમે કપિલની સાથે છે અને હંમેશા સાથે રહીશુ...

અમે કપિલની સાથે છે અને હંમેશા સાથે રહીશુ...

મેસેજમાં કપિલનો ફેન, પ્રીતિને ધમકાવવાના અંદાજમાં કહી રહ્યો છે કે તેણે કપિલની જિંદગી બરબાદ કરવાની કોશિશ કરી છે પરંતુ અમે કપિલની સાથે છીએ અને હંમેશા સાથે રહીશુ, એટલા માટે કહીએ છીએ કે તમે જરા દૂર રહો કપિલથી.

પ્રીતિ સિમોસે ડિલીટ કર્યા બધા મેસેજ

પ્રીતિ સિમોસે ડિલીટ કર્યા બધા મેસેજ

પ્રીતિએ આ મેસેજ બાદ કપિલના ફેનનો નંબર પણ હાઈલાઈટ કર્યો હતો અને કહ્યુ હતુ કે તે પોલિસમાં જઈને આની ફરિયાદ કરશે પરંતુ બાદમાં પ્રીતિએ પોતે જ બધા મેસેજ ડિલીટ કરી દીધા. પ્રીતિએ કપિલ વિશે આ પહેલા કહ્યુ હતુ કે તે ડિપ્રેશનમાં છે અને આના કારણે તે બહેકી-બહેકી વાતો કરે છે, તેને ઈલાજની જરૂર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X