For Quick Alerts
For Daily Alerts
ઝી ટીવી લાવે છે નવી મનોરંજન ચૅનલ જિંદગી!
મુંબઈ, 19 મે : ટેલીવિઝન નેટવર્ક ઝી એંટરટેનમેંટ એંટરપ્રાઇઝિસ લિમિટેડ (જેઈઈએલ)એ એક નવી હિન્દી મનોરંજન ચૅનલ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવી ચૅનલ જિંદગી 23મી જૂને શરૂ થશે.
મળતી માહિતી મુજબ નવી ચૅનલમાં કાલ્પનિક કાર્યક્રમો અને સીરિયલો પ્રસારિત કરવામાં આવશે કે જે મુખ્યત્વો રોમાંસ, પ્રેમ તથા ફૅમિલી ડ્રામા પર આધારિત હશે. આ ચૅનલ દેશ-વિદેશમાં સંચાલિત થશે તથા પારિવારિક દર્શકો તેના કેન્દ્રમાં રહેશે. જેઈઈએલના મૅનેજિંગ ડિરેક્ટર તથા સીઈઓ પુનીત ગોયંકાએ જણાવ્યું - આ ચૅનલ મનોરંજન ચૅનલોની શ્રેણી (જીઈસી)માં પોતાના પ્રકારની પ્રથમ ચૅનલ હશે.
તેમણે જણાવ્યું કે જિંદગી વૈકલ્પિક કાલ્પનિક કાર્યક્રમો પ્રસારિત કરશે કે જે ભારતીય સંવેદનશીલતાને અનુરૂપ હશે અને સમગ્ર વિશ્વના નિર્માતાઓ તેના માટે કાર્યક્રમો બનાવશે. અમારૂ માનવું છે કે સંસ્કૃતિ તથા પ્રતિભાને કોઈ સીમામાં બાંધવુ જોઇએ નહીં. ચૅનલની પ્રસ્તાવિત પંક્તિ જોડે દિલોં કો આ તથ્ય પર આધારિત છે કે દુનિયા ભરના લોકો ભલે સાંસ્કૃતિક રીતે જુદા-જુદા હોય, પણ સૌની જિંદગીની વાર્તાઓ સાર્વભૌમિક હોય છે.