TV Show: કપલ્સ દર્શકો સમક્ષ માણશે LIVE સેક્સ
મુંબઇ, 27 સપ્ટેમ્બર: એક એવો ટીવી શો શરૂ થવા જઇ રહ્યો છે જેમાં કપલ્સ એક સાઉન્ડ પ્રૂફ અને અપારદર્શી બોક્સમાં સેક્સ માણશે. આ ટીવી શોમાં દર્શક પણ હશે. સેક્સ બાદ કપલ્સનું ઇન્ટરવ્યું લેવામાં આવશે.
'સેક્સ બોક્સ' નામનો આ શો બ્રિટનમાં ચેનલ 4 પર પ્રસારિત થશે. શોના નિર્માતાઓએ અત્યાર સુધી ત્રણ કપલ્સ પસંદ કર્યા છે જેમાંથી એક ગે છે. પ્રથમ શો 7 ઓક્ટોમ્બર 2013ના રોજ જોવા મળશે. જો કે ચેનલે સ્પષ્ટ કર્યું છે કે શો પહેલાંથી જ રેકોર્ડેડ હશે અને તેમાં કોઇપણ પ્રકારની અશ્લીલતા અથવા નગ્નતા નહી બતાવવામાં આવે. કપલ્સના અંતરંગ પળોની ફૂટેજ પ્રસારિત કરવામાં નહી આવે. નિર્માતા શોના માધ્યમથી સેક્સને પોનોગ્રાફીથી બચાવવા માંગે છે. તેમનું કહેવું છે કે સામન્ય લોકોની સેક્સ લાઇફ પોર્નોગ્રાફીમાં હોતી નથી.

મૈરિલા ફ્રોસ્ટ્રપ આ કાર્યક્રમની હોસ્ટ હશે, આ ઉપરાંત સેક્સ એક્સપર્ટ્સની એક પેનલ હશે, આ પેનલ કપલ્સનું ઇન્ટરવ્યું લેશે. ફ્રોસ્ટ્રપનું કહેવું છે કે આ શોમાં બ્રિટેનમાં સેક્સ વિશે એક પરિપક્વ ચર્ચા થશે. તેમને કહ્યું હતું કે ટીવી, પત્રિકા અને ઓનલાઇન જગતમાં આવનારી સેક્સ સંબંધી વાતોનો સંબંધ હકિકતથી ઘણો ઓછો હોય છે. પરંતુ આ શોમાં આ વિષય ખુલીને વાતચીત થઇ શકે છે.
એક કલાકના આ શોમાં ઇન્ટરવ્યું લેનાર પેનલમાં ટીવી સેક્સ વિશેષજ્ઞ ટ્રેસી કોક્સ, રિલેશનશિપ એક્સપર્ટ, ડેન સૈવેજ અને મનોચિકિત્સક તથા લેખક ફિલિપ હડસન સામેલ થશે. કોક્સે કહ્યું હતું કે 'બોક્સમાં સેક્સ લોકોનું ધ્યાન ખેંચવાની એક પદ્ધતિ છે. શોથી લોકો સમજી શકશે કે સેક્સ જિંદગીનો મહત્વનો ભાગ અને જરૂરિયાત છે. અને તેના વિશે ખુલીને અને ઇમાનદારીથી વાત કરવી જોઇએ. સેક્સ સંબંધી કાર્યક્રમ બતાવવામાં ચેનલ 4નો લાંબો ઇતિહાસ રહ્યો છે.
<center><iframe width="100%" height="480" src="//www.youtube.com/embed/TuQJeigk8n8" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
