હવે 'તારક મહેતા'માં વાપસી કરશે દયાબેન, આ વ્યક્તિએ કરી પુષ્ટિ
લાંબા સમયથી ચાલી રહેલા ફેમિલી કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે સારા સમાચાર છે. જ્યાં એક તરફ શૈલેષ લોઢા અને મુનમુન દત્તાના શો છોડવાના સમાચાર સામે આવી રહ્યા છે.
લાંબા સમયથી ચાલી રહેલા ફેમિલી કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે સારા સમાચાર છે. જ્યાં એક તરફ શૈલેષ લોઢા અને મુનમુન દત્તાના શો છોડવાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે એક સમાચાર એવા પણ સામે આવ્યા છે કે, હવે દયાબેન શોમાં વાપસી કરી શકે છે અને આ સમાચાર પર ખુદ શોના નિર્માતાએ મહોર મારી દીધી છે.

દયાબેનની રિએન્ટ્રી
સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શોમાં ટૂંક સમયમાં દયાબેનની એન્ટ્રી થવાની છે.હા, આ વાતનો ખુલાસો સીરિયલના નિર્માતા અસિત કુમાર મોદીએ પોતે કર્યો છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા આસિત કુમારમોદીએ કહ્યું કે, 'અમે હજૂ સુધી દયાબેનનું પાત્ર પૂરું કર્યું નથી. અમે છેલ્લા કેટલાક સમયથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ.2020-21નો સમય અમારા માટે ખૂબ જ ખરાબ હતો. હવે સમય સાથે વસ્તુઓ બદલાઈ રહી છે.

દિશા ટૂંક સમયમાં લોકોનું મનોરંજન કરશે
દયાબેનના વાપસી અંગે ખુલાસો કરતા આસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે, 'અમે આશા રાખીએ છીએ કે, દયાબેનનું વાપસી વર્ષ2022માં થશે. ફરી એકવાર દયાબેન અને જેઠાલાલ સાથે મળીને લોકોનું મનોરંજન કરશે. મને ખબર નથી કે દિશા વાકાણી સિરિયલ 'તારકમહેતા કા ઉલ્ટા ચશ્મા' માં પરત ફરશે કે નહીં, પરંતુ દિશા વાકાણી સાથે અમારો સંબંધ હજૂ પણ સારો છે.

2017 થી શોમાં નથી દેખાઇ દિશા વાકાણી
આગળ વાત કરતા આસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે, 'દિશા વાકાણી અમારા પરિવારનો એક ભાગ છે, પરંતુ હવે તે પરિણીત છે. તેનેએક બાળક છે. તે તેના બાળકની સંભાળ રાખવામાં વ્યસ્ત છે. તેની પોતાની કેટલીક જવાબદારીઓ છે. અમે હજૂ પણ દિશા વાકાણીને પરતલાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે, ચાહકો દયાબેનને ખૂબ જ મિસ કરી રહ્યા છે.
ઉલ્લેખીય છે કે, વર્ષ 2017માં દિશાવાકાણીએ સીરિયલમાંથી મેટરનિટી લીવ લીધી હતી. દિશાના ઘરે દીકરીનો જન્મ થયો હતો, પરંતુ તે પછી દિશા ફરી સિરિયલમાં પાછીઆવી નથી. ત્યારથી ફેન્સ દાયાભાભીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

શૈલેષ લોઢા અને મુનમુન દત્તાના શો છોડવાના સમાચાર
કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC)ના ચાહકોને એક બાદ એક આંચકા મળી રહ્યા છે. હાલમાં જ સમાચાર આવ્યા હતાકે, શોના સૌથી મહત્વપૂર્ણ પાત્રોમાંથી એક શૈલેષ લોઢા એટલે કે તારક મહેતાએ શો છોડી દીધો છે.
હવે આ શોની સૌથી પ્રખ્યાત મહિલાઅભિનેત્રી શો છોડવાની તૈયારી કરી રહી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુનમુન દત્તા એટલે કે બબીતાજી શોને અલવિદા કહી શકે છે. તેનુંકારણ નવા શોનો ભાગ બનવા જઈ રહી છે તેવુ માનવામાં આવી રહ્યું છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
