હોટ ફેવરિટ 'ગોપી બહુ'નો આ અવતાર તમે જોયો છે?

Written By:
Subscribe to Oneindia News

ટીવીની સૌથી સંસ્કારી બહુ ગોપી પોતાના બોલ્ડ નિવેદનો અને સ્ટાયલિશ લૂક માટે જાણીતી છે. શરૂઆતમાં જ્યારે ગોપી બહુનું આ રૂપ સૌની સામે આવ્યું ત્યારે લોકોને થોડું આશ્ચર્ય થયું હતું, પરંતુ તેના લેટેસ્ટ ફોટોશૂટની જે તસવીરો હાલ વાયરલ થઇ રહી છે, એ જોઇને ઘણાને આંચકો લાગશે. 'સાથ નિભાના સાથિયા'માં ગોપી બહુનું પાત્ર ભજવતી દેવોલિના ભટ્ટાચાર્જીએ અત્યંત બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

સૌને કર્યા આશ્ચર્યચકિત

સૌને કર્યા આશ્ચર્યચકિત

ટીવીના પડદે ગોપી બહુ માત્ર ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી છે, પરંતુ આ ફોટોશૂટમાં તેણે બોલ્ડ આઉટફિટ્સ પણ એટલા જ કોન્ફિડન્ટલી કેરી કર્યા છે. દેવોલિનાએ 5 વર્ષ સુધી 'સાથ નિભાના સાથિયા'માં ગોપી બહુ તરીકે કામ કર્યું છે, આથી તેનો આ અવતાર જોઇને લોકો ચોંકી ઉઠે એ સ્વભાવિક છે.

બિગ બોસ 11

બિગ બોસ 11

23 જુલાઇ, 2017ના રોજ 'સાથ નિભાના સાથિયા' સિરિયલ પૂર્ણ થયા બાદ અફવા ઉડી હતી કે, તે જલ્દી જ 'બિગ બોસ 11'માં જોવા મળી શકે છે. જો કે, એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે આ અફવા ફગાવી દીધી હતી.

ફોટોશૂટ સુપરહિટ

ફોટોશૂટ સુપરહિટ

ગોપી બહુ તરીકે દેવોલિના અનેક એવોર્ડ્સ જીતી ચૂકી છે અને હાલ શો પૂર્ણ થયા બાદ તે જોઇતો આરામ લઇ રહી છે. ટીવી પર દેવોલિનાને મિસ કરતા ફેન્સને આ તસવીરો પસંદ પડી હોય એમ લાગે છે. આ ફોટોશૂટ બદલ તેના ખૂબ વખાણ થઇ રહ્યાં છે.

No Negative Comments!

No Negative Comments!

એક્ટ્રેસિસને સોશિયલ મીડિયા પર મોટેભાગે આવી બોલ્ડ તસવીરો પોસ્ટ કરવા બદલ નેગેટિવ કોમેન્ટ્સનો સામનો કરવો પડે છે, એમાંથી બોલિવૂડ એક્ટ્રેસિસ પણ બાકાત નથી. પરંતુ દેવોલિનાને હજુ સુધી આવો કોઇ અનુભવ થયો નથી.

કોન્ટ્રોવર્સિયલ શો

કોન્ટ્રોવર્સિયલ શો

'સાથ નિભાના સાથિયા' શોમાં જેટલી કોન્ટ્રોવર્સી અને ષડયંત્રો બતાવવામાં આવ્યા હતા, તેટલી જ કોન્ટ્રોવર્શિયલ ઘટનાઓ શોના સેટ પણ બની છે. જાન્યુઆરી 2016માં દેવોલિનાએ શોનો સેટ હોન્ટેડ હોવાની ખબરોની પુષ્ટિ કરી હતી.

પેટ ચોર્યો હોવાનો આરોપ

પેટ ચોર્યો હોવાનો આરોપ

ઓક્ટોબર 2016માં દેવોલિનાએ શોમાં પ્રમીલાનું પાત્ર ભજવતી એક્ટ્રેસ ઉત્કર્ષા નાયક પર તેના પેટ જુગ્નુને ચોરવાનો આરોપ મુક્યો હતો. તેણે આ અંગે મીડિયામાં પણ સ્ટેટમેન્ટ આપતા જણાવ્યું હતું કે, તે પેટામાં ઉત્કર્ષા વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે.

English summary
TV actress Devoleena Bhattacharjee turned bolder in her recent photo shoot, check out her latest photos here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.