For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'તારક મહેતા કા ઉલટા ચશ્મા'ની બબીતાજીની મુશ્કેલીઓ વધી, મુંબઈમાં નોંધાઈ FIR

અભિનેત્રી મુનમુન દત્તા સામે મુંબઈમાં FIR નોંધવામાં આવી છે. જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ અભિનેત્રી મુનમુન દત્તા સામે મુંબઈમાં FIR નોંધવામાં આવી છે. મુંબઈ પોલિસે કહ્યુ કે એક જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે આ કેસ નોંધવામાં આવ્યો છે. ટીવી શો તારક મહેતા કા ઉલટા ચશ્માની પોતાની ભૂમિકા બબીતાજીથી ફેમસ બનેલી મુનમિન દત્તા સામે અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર પ્રતિબંધ નિયમ(એટ્રોસિટી એક્ટ) 2015 હેઠળ એફઆઈઆર થઈ છે.

munmun dutta

મુનમુન દત્તાએ થોડા દિવસ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો જારી કર્યો હતો જેમાં તેના તરફથી એક એવી ટિપ્પણી કરવામાં આવી જેના માટે તેના પર દલિતો માટે જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરવા અને તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. જેના માટે મુનમુન દત્તા સામે આ કેસ નોંધવામાં આવ્યો છે. મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર પણ પોતાના આ વીડિયોના કારણે ઘણા ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે.

મુનમુન દત્તાએ પોતાની ટિપ્પણી માટે માફી માંગીને આ વીડિયોને ડિલીટ કરી દીધો છે. મુનમુન દત્તાએ આ સમગ્ર વિવાદ પર માફી માંગીને કહ્યુ છે કે મારા કહેલ એક શબ્દનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. મે એ શબ્દ કોઈને પણ અપમાનિત કરવા, ડરાવવા કે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે ઉપયોગ નહોતો કર્યો. મારી ભાષાની મુશ્કેલીના કારણે, મને ખરેખર એ શબ્દનો સાચો અર્થ ખબર નહોતી. મને જેવો એ શબ્દનો અર્થ ખબર પડી, મે તરત જ એ વીડિયોને ડિલીટ કરી દીધો. મારી દિલમાં દરેક જાતિ, પંથ કે જેન્ડરના પ્રત્યેક વ્યક્તિ માટે પૂરુ સમ્માન છે અને આપણા સમાજ કે રાષ્ટ્ર માટે તેમના યોગદાનને હું સ્વીકારુ છુ.

રણદીપ હુડા પણ વિવાદોમાં

અભિનેતા રણદીપ હુડા પણ હાલમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી પર કરવામાં આવેલી મજાક માટે વિવાદોમાં છે. રણદીપ હુડાનો એક જૂનો વીડિયો હાલમાં જ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં તે માયાવતી માટે ખરાબ વાત કહી રહ્યો છે.

English summary
FIR registered against TV actor Munmun Dutta in mumbai for a post on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X