Shocking : ગૌહર કુશાલને મુસ્લિમ બનાવવા માંગતી હતી....

મુંબઈ, 20 ઑક્ટોબર : બિગ બૉસ 7ની ચર્ચિત જોડી કુશાલ ટંડન તથા ગૌહર ખાને બિગ બૉસના ઘરમાં પ્રેમ તથા અફૅર કર્યા બાદ લગ્નની પણ જાહેરાત કરી દીધી હતી, પરંતુ બિગ બૉસમાંથી બહાર આવી બંનેના રસ્તા જુદા થતા જણાઈ રહ્યા છે. બંનેના પ્રેમ વચ્ચે ધર્મની દિવાળ ઊભી થઈ ગઈ છે. ગૌહર ખાને કુશાલ ટંડન સામે લવ જેહાદનો ફાર્મૂલો અજમાવવાનો પ્રયત્ન કર્યો છે.

કુશાલ ટંડને આરોપ લગાવ્યો છે કે ગૌહર ખાન તેમની ઉપર પોતાનો ધર્મ બદલવા માટે દબાણ નાંખતા હતાં. તેની સામે કુશાલે વાંધો ઉઠાવતાં પોતાની જિંદગીમાંથી ગૌહરને બહારનો રસ્તો બતાવી દીધો.

નોંધનીય છે કે કુશાલ ટંડન પંજાબી પરિવારના છે, જ્યારે ગૌહર ખાન મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

અત્યાર સુધી બંને વચ્ચે બ્રેક-અપના સમાચારો ટેલીવુડથી લઈ બૉલીવુડ સુધી ફેલાઈ ચુક્યા હતાં અને તેની પુષ્ટિ હવે પોતે કુશાલ ટંડને પોતાના ટ્વિટર અકાઉંટ પર કરી, પરંતુ જે કારણ સામે આવ્યું છે, તે ચોંકાવનારું છે.

ટાઇમ્સ ઑફ ઇંડિયામાં પ્રસિદ્ધ સમાચાર મુજબ એક ઇંટરવ્યૂમાં ટેલીવિઝન અભિનેતા કુશાલ ટંડને આ બાબતની પુષ્ટિ કરી છે કે ગૌહર ખાન તેમની ઉપર ધર્મ બદલવાનુ દબાણ કરી રહ્યા હતાં, પરંતુ તેવું કરવુ તેમના માટે શક્ય નહોતું. જ્યારે કોઈ વચલો રસ્તો ન બચ્યો, તો બંનેએ 9 માસની રિલેશનશિપ તોડી દીધી.

કુશાલ ટંડને શુક્રવારે રાત્રે ટ્વિટ કરી આ બાબતની માહિતી આપી કે તેમના અને ગૌહર વચ્ચે બ્રેક-અપ થઈ ગયું છે.

કુશાલ ટંડન અને ગૌહર ખાને બિગ બૉસ ઉપરાંત એક એડવેંચર શો ખતરોં કે ખિલાડી 5માં પણ સાથે ભાગ લીધો હતો. થોડાક માસ અગાઉ બંને પાકિસ્તાની ગાયક ઉસ્તાદ ફતેહ અલી ખાં સાથેના વીડિયો આલબ્મમાં સાથે પણ નજરે પડ્યા હતાં. ગૌહર ખાન પહેલા કુશાલ બલ્ગારિયન મૉડેલ એન્ડ એક્ટ્રેસ એલીના બોવા સાથે રિલેશનમાં હતાં. એલીના સાથે કુશાલે ડાન્સ રિયલિટી શો નચ બલિયે 5માં ભાગ પણ લીધો હતો, પરંતુ શોમાંથી નિકળ્યા બાદ બંનેના સંબંધ તુટી ગયા હતાં.

બિગ બૉસ 7માં બે જોડીઓ જાણીતી અને ચર્ચિત બની હતી. તેમાં અરમાન કોહલી અને તનીષા મુખર્જી તેમજ કુશાલ ટંડન અને ગૌહર ખાનની જોડીનો સમાવેશ થતો હતો. અરમાન-તનીષાની જોડી થોડાક સમય પહેલા જ તુટી હતી, તો કુશાલ-ગૌહરના રસ્તા પણ હવે જુદા થઈ ગયાં છે.

kushal-gauhar-2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X