ગુરમીત જીતતાં બિહારમાં જશ્નનો માહોલ
મુંબઈ, 1 ઑક્ટોબર : કલર્સના ફેમસ ડાંસ રિયાલિટી શો ઝલક દિખલા જાનો ખિતાબ પોતાના નામે કરનાર ટીવી અભિનેતા ગુરમીત ચૌધરીની જીતથી સમગ્ર બિહારમાં જશ્નનો માહોલ છે. સમગ્ર રાજ્યને પોતાના આ પનોતા પુત્ર ઉપર ગર્વ છે. તેની જીત માટે તેમણે ખુલ્લા હૃદયે વોટિંગ કર્યુ હતું.

પટણા નિવાસી 20 વર્ષીય વિદ્યાર્થિની શશિ શર્માએ જણાવ્યું કે તેને સમ્પૂર્ણ ભરોસો હતો કે ગુરમીત જ આ પ્રતિસ્પર્ધા જીતશે. તેથી તેણે કાયમ તેના માટે જ વોટ કર્યું અને ઝલકનો કોઈ પણ શો મિસ કર્યુ નહિં. ગુરમીત એક ઉપસતા કલાકાર છે અને શશિને સમ્પૂર્ણ આશા છે કે તેઓ બહુ આગળ જશે.
આપને જણાવી દઇએ કે બિહાર નિવાસી ગુરમીત ચૌધરીએ રવિવારે ઝલકનો ફાઇનલ મુકાબલો પોતાને નામે કર્યો હતો. ગુરમીત અને તેમના કોરિયોગ્રાફર શંપાને 40 લાખ રુપિયાનો ચેક આપવામાં આવ્યો. ગુરમીતે ફાઇનલમાં રશ્મિ દેસાઈ તેમજ ઋત્વિકને માત આપી.
ગુરમીત હાલ ઝી ટીવીના જાણીતા શો પુનર્વિવાહમાં પણ લીડ રોલ કરી રહ્યાં છે. આ અગાઉ ગુરમીત રામાયણ સીરિયલમાં રામ તથા ગીત સીરિયલમાં માનનું પાત્ર ભજવી ચુક્યાં છે. ઝલકના મંચે ગુરમીતે પોતાના દિલની ઘણી વાતો જણાવી. જેમ કે તેઓ ક્લાસ છોડીને માધુરી દીક્ષિતની ફિલ્મો જોવા જતા હતાં અને તેમનો પ્રથમ પ્રેમ તેમના ક્લાસ ટીચર હતાં.












Click it and Unblock the Notifications
