Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આનંદો : તારક મહેતા...માં પાછો આવી રહ્યો છે જૂનો સોઢી

મુંબઈ, 31 માર્ચ : સબ ટીવી પર પ્રસારિત થતા લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનો લોકપ્રિય રોલ કરનાર અભિનેતા ગુરુચરણ સિંહ ફરીથી આ શોમાં કમબૅક કરી રહ્યાં છે. તેઓ થોડાક દિવસ માટે આ શોમાંથી બહાર થઈ ગયા હતાં અને તેમના સ્થાને અભિનેતા લાડ સિંહ માન રોશન સિંહ સોઢીનો રોલ ભજવી રહ્યા હતાં, પરંતુ દર્શકોનું મનોરંજન કરવા માટે ગુરુચરણ સિંહ ફરીથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં એન્ટ્રી કરી રહ્યાં છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ગુરુચરણ સિંહના કમબૅક માટે કાયદેસરનું આખુ એપિસોડ તૈયાર કરાયું છે કે જેમાં છેલ્લા બે અઠવાડિયાથી સોઢીનું પાત્ર જ ગાયબ કરી દેવાયું છે અને હવે ખુલાસો થયો છે કે સોઢીનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. આ અપહૃત સોઢી જ લાડ સિંહના સ્થાને ગુરુચરણ સિંહ તરીકે દર્શકોની સામે આવશે.

નોંધનીય છે કે જ્યારે શોમાંથી ગુરુચરણ સિંહની બાદબાકી કરવામાં આવી હતી, ત્યારે દર્શકો નિરાશા થયા હતાં. ઉપરાંત નવા રોશન સિંહ સોઢી તરીકે જોડાયેલા લાડ સિંહ માન પણ લોકોનો વિશ્વાસ જીતવામાં બહુ વધારે સફળ થયા નહોતાં અને એટલે જ અત્યાર સુધી એકેય એપિસોડ સોઢી પર આધારિત દર્શાવવામાં આવ્યો નહોતો.

ચાલો તસવીરો સાથે જોઇએ વધુ વિગતો :

લાડ સિંહ માનની બાદબાકી

લાડ સિંહ માનની બાદબાકી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગુરુચરણ સિંહના સ્થાને રોશન સિંહ સોઢીના પાત્ર તરીકે જોડાયેલા લાડ સિંહ માનને હવે હટાવી દેવાયાં છે અને તેમના સ્થાને ગુરુચરણ સિંહને પાછા લાવવામાં આવી રહ્યાં છે. જોકે રોશન સિંહ સોઢીના પત્ની તરીકે નવા જોડાયેલા પાત્રને બદલવામાં નથી આવ્યાં.

બહુ યાદ કરતો

બહુ યાદ કરતો

ગુરુચરણ સિંહે પોતાના કમબૅક અંગે કહ્યું - હું હમેશા તારક મહેતા..ને યાદ કરતો હતો. કેટલાક અંગત કારણોએ મારે આ સીરિયલથી દૂર થવુ પડ્યું હતું, પરંતુ હું આ દૂરી સહન કરી શક્યો અને ફરી પાછો આવી રહ્યો છું.

અસિત મોદીનો આભાર

અસિત મોદીનો આભાર

ગુરુચરણ સિંહે કહ્યું - હું શોના નિર્માતા અસિત મોદીનો આભાર વ્યક્ત કરવા માંગીશ કે તેમણે ફરી એક વાર મારી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો અને મને તક આપી કે હું તારક મહેતા... સાથે જોડાઈને કામ કરું.

ફરી કરશું બલ્લે-બલ્લે

ફરી કરશું બલ્લે-બલ્લે

ગુરુચરણ સિંહે જણાવ્યું - હવે હું પાછો ફરી રહ્યું છું. ફરીથી આપણે સૌ મળી બલ્લે-બલ્લે કરીશું. આ સીરિયલ સાથે હું હંમેશા જોડાયેલો રહીશ, કારણ કે આ મારો પરિવાર છે.

ખાસ એપિસોડ

ખાસ એપિસોડ

ગુરુચરણ સિંહના કમબૅક માટે તારક મેહતા.. શોમાં ખાસ એપિસોડ ચાલી રહ્યું છે કે જેમાં રોશન સિંહ સોઢીનું અપહરણ થયું છે અને તેનો છુટકારો થશે, ત્યારે રોશન સિંહ સોઢીના પાત્ર તરીકે લાડ સિંહ માનનું સ્થાન ગુરુચરણ સિંહ લઈ લેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X